ત્રણ મહિના પહેલા લગ્ન થયા હતા અને વીંટી ખોવાઈ ગઈ, પછી જે થયું…

એક યુવકના હમણાં જ લગ્ન થયા હતા. યુવકની પત્ની યુવકની માતા અને તે પોતે એમ ત્રણ જણા જ ઘરમાં રહેતા હતા. યુવકના પિતાનું અવસાન તે નાનો હતો ત્યારે જ થઈ ગયું હતું. યુવક ભણી ગણીને મોટો થઈને નોકરી ધંધે લાગ્યા પછી માંડ બે પાંદડે થયા હતા, ત્યાં લગન આવી જતા અચાનક મોટો ખર્ચો થઈ ગયો.

હવે યુવક ફરી પાછો પોતાના ધંધે લાગી ગયો હતો અને ખૂબ જ મહેનત કરીને ધીમે ધીમે ફરી પાછું કમાઈ રહ્યો હતો.

એવામાં લગ્નના ત્રણેક મહિના પછી અચાનક પત્ની નો અંદર રૂમ માંથી અવાજ આવ્યો કે જલ્દી આવો જલ્દી આવો. આથી ગભરાઈ ગયેલો પતિ હજુ ઓફિસ જવા નીકળતો હતો કે તરત જ આવી બૂમ સાંભળીને તે રૂમમાં દોડીને ગયો.

પત્નીએ કહ્યું મારી વીંટી અહીં રાખી હતી, મળતી નથી. એ વીંટી એટલે બીજી કોઈ મામૂલી નહીં પરંતુ લગ્નની કરાવેલી સોનાની વીંટી હતી. આથી મોંઘી હોવાથી પતિ સહેજ ગભરાઈ ગયો, લગ્ન નો ખર્ચો હજી પૂરો નથી થયો એવા માં આ વીંટી ખોવાઈ ગઈ, હવે શું થશે? પણ છતા ભગવાનને પ્રાર્થના કરીને પત્નીને સાંત્વના આપવા લાગ્યો કે, આટલામાં જ હશે મળી જશે.

થોડી વખત સુધી આમતેમ ઘણી જગ્યાએ શોધી પરંતુ એક પણ જગ્યાએ વીંટી મળી નહીં. પત્નીના ચહેરા ઉપર પોતાના લગ્નની વીંટી ખોવાઈ જાય તો કેવા હાલ થવા જોઈએ! સ્વાભાવિક વાત છે કે આટલી મોંઘી વીંટી ખોવાઈ જાય તો દરેક લોકો નિરાશ અને ઉદાસ થઈ જાય પરંતુ પતિએ પત્નીના ચહેરા માં આવું ખાસ પ્રકારે કંઈ જોવા મળ્યું નહીં, એને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. પરંતુ તે કંઈ બોલ્યો નહીં.

એવામા પત્નીએ કહ્યું કે હું તો નાવા બેઠી હતી ત્યારે વીટી અહીં જ રાખીને ગઈ હતી, પાછળથી કદાચ મમ્મી આવ્યા હોય તો એને લઈ લીધું હોય તેવું બની શકે, પતિ આરો પોતાની માતા પર ઢળતો સાંભળીને ચોંકી ગયો અને તરત જ કહ્યું કે તું શું કહે છે તેનું તને ભાન છે? પરંતુ પત્ની પોતાની વાત પર થી ડગી નહિ, હવે પતિ થી રહેવાયું નહીં તેને પોતાની પત્નીને કહી દીધું કે તું તારી હદમાં રહીને વાત કર.

પત્નીએ કહ્યું કે મેં વીંટી અહી ટેબલ પર રાખી હતી અને મારી અને તમારી સિવાય આ રૂમમાં કોઈ આવ્યું જ નથી તો હોય કે ન હોય પરંતુ વીંટી મમ્મીએ જ લીધી છે.

એકને એક વાત વારંવાર તે જણાવી રહી હતી, વાત જ્યારે હદ બહાર જતી રહી તો પતિ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ત્રણ મહિના પહેલા જ જેની સાથે લગ્ન કર્યા હતા તે જ પત્નીને ગાલ ઉપર તમાચો મારી દીધો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts