બે કલાકથી વધુ ટીવી જોવાનું બની શકે છે કેન્સર નું કારણ, જાણો શું કહે છે સંશોધન
આપણા દરેકના ઘરમાં ટીવી તો હશે પરંતુ એવું જવલ્લે જ જોવા મળે કે ટીવી હોવા છતાં આપણે કોઈ ટીવી જોતાં ન હોય, કારણકે ટીવી પર આવતા ન્યુઝ પ્રોગ્રામ, ફિલ્મો અને રોજિંદા શો આપણને તેની તરફ ખેંચીને રાખે છે એમ કહીએ તો પણ ચાલે. આપણામાંથી ઘણા લોકોને દરરોજના ઘણા સમય સુધી ટીવી જોવાની આદત હશે.
પરંતુ હમણાં જે સંશોધન થયું તેમાં ચોંકાવનારી વાત સામે આવી, હકીકતમાં હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને એક જનરલ હોસ્પિટલમાં કરવામાં આવેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું કે જો કોઈ માણસ એક દિવસમાં બે કલાકથી પણ વધુ ટીવી જોવે છે તો તેને આંતરડાનું કેન્સર થવાની સંભાવના 70 ટકા વધી જાય છે.
આ સંશોધનમાં જણાવવામાં આવ્યું કે આખા દિવસમાં બે કલાકથી પણ વધુ ટીવી જોવામાં આવે તો મનુષ્યને આ પ્રકારનું કેન્સર થવાની સંભાવનાઓ 70 ટકા જેટલી થઈ જાય છે. આ શોધને JNCI કેન્સર સ્પેક્ટ્રમ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવી હતી. શોધ અનુસાર, જે લોકોની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે તેની અનિયમિત જીવનશૈલી કેન્સરનું કારણ બની શકે છે.
કેન્સર એ ગંભીર બીમારી છે તે આપણે બધા જાણીએ છીએ, અને હાલમાં પણ દુનિયાભરમાં કેન્સર થી પીડાતા લોકો પ્રત્યે આપણે સહાનુભૂતિ અનુભવીએ છીએ. શોધમાં જેની વાત કરવામાં આવી તે આંતરડાના કેન્સર થાય તેના લક્ષણો શું છે તે પણ જાણી લેવા જરૂરી છે.