બિલાડી સાથે જોડાયેલા શુભ-અશુભ સંકેત – જાણો અને શેર કરજો

આજકાલ ઘણા ઘરમાં બિલાડી પાળવામાં આવે છે. આપણે બધાએ બિલાડીના લઈને ઘણા સંકેતો સાંભળ્યા હશે, ખાસ કરીને આપણા વડીલ પાસેથી તેના વિશે ઘણું જાણવા મળે છે. જેમકે કહેવાય છે કે કાળી બિલાડી વચ્ચે આવી જાય તો રસ્તો ઓળંગવો જોઈએ નહીં. ચાલો જાણીએ તેના વિશે જોડાયેલી અમુક અજાણી વાતો વિશે.

નારદ પુરાણ પ્રમાણે જો બિલાડી વારંવાર ઘરમાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. જો બિલાડી ઘરમાં આવે તો કંઈક અશુભ થવાનો સંકેત હોઈ શકે છે કારણકે તેને નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે.

જો આપણા ઘરમાં અચાનક થી બિલાડીનું આવવાનું વધી જાય તો તેને સામાન્ય વાત સમજીને ઈગ્નોર ન કરવું જોઈએ. કારણકે આ એક સંકેત પણ હોઇ શકે છે.

નારદપુરાણમાં માનવામાં આવે છે કે બિલાડી ના પગની ધૂળ જ્યાં પણ ઉડે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે એટલે કે શુભ નો નાશ થઈ જાય છે.

જો કોઈ પણ ઘરમાં બિલાડી વારંવાર આવજાવ કરે છે તો તે ઘરમાં રહેનારાનું સ્વાસ્થ્ય માં ઉતાર-ચઢાવ આવતો રહેતો હોય છે.