મુંબઇ ઇન્ડિયન્સ માં ઓલરાઉન્ડર તરીકે રમી રહેલા કૃણાલ પંડ્યા કે જેઓ ગુજરાત મૂળના ક્રિકેટર છે. તેઓ આ સિઝનમાં સારું પર્ફોર્મ કરી રહ્યા છે. અને માત્ર કુણાલ જ નહીં પરંતુ બંને પંડ્યા ભાઈઓ આ સિઝનમાં સારું પર્ફોર્મ કરી રહ્યા છે. કૃણાલ પંડ્યા ટીમ માટે મુશ્કેલ સમયમાં પણ એવા સ્કોર બનાવી શકે છે જેને કારણે ટીમની જીત થાય.
હાલમાં જ બોલિવુડ અભિનેતા અજય દેવગણ નો બર્થ ડે હતો, તેથી કૃણાલ તેને બર્થડે વિશ કર્યું હતું.
જણાવી દઈએ કે અજય દેવગણનો જન્મ દિવસ 2 એપ્રિલના રોજ હતો. એ દિવસે તેઓ એ 50 વર્ષ પુરા કર્યા. કુણાલ પંડ્યા અને અજય દેવગણ ના અમુક લુક જોઈએ તો તેઓ બંને લગભગ એક જેવા દેખાય છે, કૃણાલ ઘણી હદે અજય દેવગણ જેવા લાગે છે. આથી તેઓએ અજય દેવગણને ટ્વીટ કરતા લખ્યું હતું કે
“ સિંઘમ, સુપરસ્ટાર અને મારી હુબહુ કોપી. મારા પસંદગીઓ માના એક અભિનેતા અજય દેવગણના જન્મદિવસની શુભકામનાઓ”
Singham
Superstar
and my doppelganger
Happy birthday to one of my favourite actors @ajaydevgn
#HappyBirthdayAjayDevgn pic.twitter.com/St3SV64z1Z
— Krunal Pandya (@krunalpandya24) April 2, 2019