કસૌટી જિંદગી કી પ્રેરણાને પસંદ નો આવ્યું રણબીર-આલિયાનું બ્રહ્માસ્ત્ર, આપી દીધી આવી સલાહ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર કેવી રીતે પ્રદર્શન કરી રહી છે તે લગભગ દરેક લોકો જાણતા હશે. જણાવી દઈએ કે આ ફિલ્મ અત્યાર સુધીમાં 160 કરોડની કમાણી કરી ચૂકી છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર કમાણી કરી છે પરંતુ ફિલ્મના રિવ્યુ મિશ્ર જોવા મળ્યા છે, ખાસ કરીને ફિલ્મની સ્ટોરી અને તેના VFX ઉપર લોકો મિશ્ર રીવ્યુ આપી રહ્યા છે.

ઘણા ટીવી અને ફિલ્મ સ્ટાર્સ ને આ ફિલ્મ પસંદ આવી રહી છે જ્યારે અમુક કલાકાર એવા પણ છે જેને આ ફિલ્મ નથી પસંદ આવ્યો, તેમાંથી જ એક કલાકાર નું નામ એરિકા ફર્નાન્ડીસ છે. આ કલાકાર કોઈ બીજું નહીં પરંતુ એકતા કપૂરના શો કસોટી જિંદગી કી 2 ની પ્રેરણા જ છે.

એરિકા ફર્નાન્ડિઝે તાજેતરમાં તેના ઇંસ્ટાગ્રામ ઉપર એક આસ્ક મી એનીથિંગની સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેના ચાહકોએ ઘણા પ્રશ્ન પૂછ્યા હતા. આ દરમિયાન એક ચાહક દ્વારા અભિનેત્રીને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેણે બ્રહ્માસ્ત્ર જોયું છે અને જો જોયું છે તો કેવું લાગ્યું છે?

આના જવાબમાં અભિનેત્રીએ ચોક્કસપણે તે ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ ના વખાણ કર્યા પરંતુ સાથે સાથે એવું પણ જણાવ્યું કે આવી ફિલ્મો બનાવવા માટે ટ્રેનિંગની જરૂર પડે છે કારણકે આ પહેલા બ્રહ્માસ્ત્ર ના ડિરેક્ટર એ માત્ર રોમેન્ટિક ફિલ્મો જ બનાવી છે, અભિનેત્રીને એવું લાગે છે કે તેનો પ્રયાસ સારો હતો પરંતુ સફળ થયો નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts