આવા ઘરમાં નથી આવતા માતા લક્ષ્મી, દિવાળી ઉપર આ વસ્તુઓને ઘરથી દૂર રાખો
હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારો જેની ગણના થાય છે એ તહેવાર એટલે દિવાળી. દિવાળી નું મહત્વ ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં રહેતા ભારતીયોમાં જોવા મળે છે. તેમજ ભારત સિવાય અન્ય દેશોમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે.
આ વર્ષે દિવાળી 14 નવેમ્બર એટલે કે શનિવારના રોજ ઉજવવામાં આવશે. અને દિવાળી નું આ પર્વ એક દિવસ પહેલા 13 નવેમ્બરથી શરૂ થઈ જશે. તમે બધા જાણતા જ હશો એમ કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે દર વર્ષે દિવાળી નો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ તેમજ લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે જેથી કરીને તેઓ ના આશીર્વાદ હંમેશા પરિવાર ઉપર બન્યો રહે.
ધાર્મિક માન્યતાઓની વાત કરવામાં આવે તો માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે માતા લક્ષ્મી ઘરે ઘરે જઈને પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે એટલા માટે જ દિવાળી પહેલા ઘરની સાફ સફાઇ પણ કરવામાં આવે છે અને ઘણા લોકો ઘરમાં કલર કામ પણ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં સાફ-સફાઈ નથી હોતી તેમજ તૂટેલી-ફૂટેલી ચીજ વસ્તુઓ મળી રહેતી હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ ક્યારે પણ થતો નથી.
એવું પણ કહેવાય છે કે જે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય અથવા પછી લક્ષ્મી માતાજી તમને છોડીને ચાલી જાય છે ત્યાં માત્ર આર્થિક સમસ્યા જ નહીં પરંતુ એ ઘરમાં આર્થિક સમસ્યા સહિત બીજી અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને આવા સંજોગોમાં એ પરિવાર પણ કંઇ પણ થઇ શકે છે. દિવાળીનું પર્વ ની શરૂઆત ની વાત કરીએ તો તેની શરૂઆત ધનતેરસથી શરૂ થાય છે અને આ દિવસ પહેલા એવું માનવામાં આવે છે કે ઘરમાં રહેલા બિન ઉપયોગી અથવા નકામા સામાન તેમજ કોઈ તૂટેલો ફૂટેલો સામાન અથવા ચીજવસ્તુઓ હોય તો તેઓને ઘરે થી સાફ સફાઈ કરતી વખતે ફેંકી દેવી જોઈએ. જેના કારણે ઘરને સ્વચ્છ તેમજ સાફ રાખી શકાય. આ સિવાય દિવાળીએ સાફ સફાઈ કરતી વખતે આટલી વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈએ.
દિવાળીની સાફસફાઇ કરતી વખતે સૌથી પહેલા તૂટેલા વાસણો વગેરે ને બહાર કરી નાખવા જોઈએ. આ વાસણો ઘરમાં જગ્યા તો રોકે જ છે સાથે સાથે આ વાસણમાં ખાવાથી ગરીબી વધે છે અને વાસ્તુદોષ પણ લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા વાસણ થી આર્થિક નુકસાન તો થાય છે સાથે સાથે ગરીબી પણ વધે છે.
આ વાત વિશે લગભગ તમે લોકો અજાણ્યા નહીં હોય કારણ કે ઘણા લોકો આ વાત બખૂબી જાણતા હોય છે કે ઘરમાં જો કોઈપણ કાચ કે અરીસો તૂટેલો હોય તો તેને તરત જ બદલાવી નાખો જોઈએ કારણકે તુટેલો કાચ અથવા રહીશું દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. સાથે તૂટેલા કાચ ને રાહુનું પ્રતીક પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પણ તૂટેલા કાચ અરીસાને ઘરમાં રાખવું તે અશુભ જણાવ્યું છે.