આવા ઘરમાં નથી આવતા માતા લક્ષ્મી, દિવાળી ઉપર આ વસ્તુઓને ઘરથી દૂર રાખો
આ સિવાય વધારે પડતાં પરિવારના સભ્યો ની તસ્વીર લગાવવામાં આવેલી હોય છે. જો આપણા ઘરમાં રાખેલી તસવીરો પડી પડી તૂટી ગઈ હોય તો તેઓને તાત્કાલિક તેઓના કાચને બદલી નાખવો જોઇએ, આવું ન કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે જેનાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થઈ શકતો નથી અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ભાવ પણ ખતમ થઇ જાય છે.
આ સિવાય જો આપણા ઘરમાં તૂટેલો ફર્નિચર હોય તો દિવાળી ઉપર આ ઠીક કરાવી લેવું જોઈએ અથવા બદલી નાખવું જોઈએ. કારણકે તૂટેલું ફર્નિચર પરિવારના સભ્યો ના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. સાથોસાથ તૂટેલા દરવાજાઓ ને પણ સરખા કરાવી લેવા જોઈએ. એવી પણ માન્યતા છે કે તૂટેલા દરવાજામાંથી ત્યારે લક્ષ્મી માતાજી પ્રવેશ કરતા નથી.
એવું પણ માનવામાં આવે છે કે રાડો ઘડિયાળ માંથી દરેક સભ્યો ની સફળતા નક્કી થાય છે એટલા માટે જો ઘરમાં બંધ પડેલી અથવા ઊભી રહેલી ઘડિયાળ રાખવામાં આવી હોય તો ઘરની તેમજ ઘરના સભ્યોની ઉન્નતિ અટકાઈ જાય છે. એટલે દિવાળી ની સાફ સફાઈ દરમિયાન બંધ પડેલી ઘડિયાળ ને તરત ચાલુ કરાવી જોઈએ અથવા તેને હટાવી નાખવી જોઈએ આવું ન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે અને નકારાત્મકતા જળવાઈ રહે છે. તેમજ મંદિરમાં ખંડિત તસવીરો અથવા મૂર્તિઓને પણ ન રાખવી જોઈએ. આવી મૂર્તિઓ કે તસ્વીર અને પીપળાના વૃક્ષની છાંય પછી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ
આ સિવાય જો ઘરમાં કોઈ ઈલેક્ટ્રીક સામાન હોય તો ખરાબ પડ્યો હોય તો દિવાળીની સાફસફાઇ વખતે આવા સામાન્ય પણ બહાર ફેંકી દેવો જોઈએ અથવા પછી રીપેર કરાવી નાખવો જોઈએ કારણ કે ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન એ શનિદોષ ની સાથે સાથે વાસ્તુદોષ પણ દોરી લાવે છે.
આ સિવાય તમને પણ કોઈ માન્યતા વિશે જાણકારી હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો.