આ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી, જેમાં મુખ્ય રોલમાં શાહિદ કપૂર નજરે આવ્યા હતા. આ ફિલ્મમાં પણ એરફોર્સના ઓફિસર તરીકે શાહિદ કપૂર ના લડાઈ ના દ્રશ્યો પણ દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મ વિશે એક વાત કદાચ તમને ખબર નહીં હોય કે આ ફિલ્મને ઈન્ડિયન એરફોર્સને પણ દેખાડવામાં આવી હતી.
વિજેતા
આ ફિલ્મ 1971 ના યુધ્ધ ઉપર આધારીત હતી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. આ ફિલ્મમાં પણ યુદ્ધ કઈ રીતે થાય, સાથે-સાથે એરફોર્સની શું ભૂમિકા હોય તે પણ દર્શાવાયું હતું.
હિન્દુસ્તાન કી કસમ
1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા હુમલાને લઈને 1973માં ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સ ની શું તાકાત હોય અને તેનું કેવું સાહસ હતું તેના વિશે ગણાવવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ત્યાર ના લોકપ્રિય અભિનેતા રાજકુમાર પણ આ ફિલ્મમાં લીડ રોલ મા નજર આવ્યા હતા.
રંગ દે બસંતી

આ ફિલ્મમાં પણ મેડીએ લેફ્ટનન્ટ અજય સિંહ રાઠોડ નું પાત્ર ભજવ્યું હતું જે દર્શકોને ઘણું પસંદ આવ્યું હતું. અને આ એરફોર્સ ને સુંદર રીતે દર્શાવી છે.