ઓગસ્ટમાં જન્મેલા લોકો ના રહસ્યો, જાણો કેવો હોય છે સ્વભાવ
કોઈપણ મહિનામાં જન્મેલા લોકો કેવા હોય છે, શું તે જાણી શકાય? લગભગ બધા લોકો એમ જ વિચાર છે કે જન્મના મહીનાથી માણસ વિશે થોડું જાણી શકાય? પરંતુ જણાવી દઈએ કે જન્મના મહીનાથી પણ માણસનો સ્વભાવ કેવો હશે તેમ જ માણસ કેવા હોય છે તેના વિશે થોડું ઘણું જાણી શકાય છે. એવી જ રીતે ઓગસ્ટમાં જન્મેલા લોકો પણ કેવા હોય છે, તેના રહસ્ય શું હોય છે અને કેવો હોય છે તેનો સ્વભાવ?
ચાલો જાણીએ…
સૌપ્રથમ તો ઓગસ્ટમાં જન્મેલા લોકો તેની પર્સનલ સ્પેસમાં રહેવા માંગતા હોય છે. એટલે કે આવા લોકોને એકલા રહેવું વધુ પસંદ હોય છે. અને આવા લોકોને બોલવાની ટેવ ખૂબ જ ઓછી હોય છે, અથવા એમ કહીએ કે તેઓ ખૂબ જ નજીકના લોકો સાથે ખુલીને વાતચીત કરે છે તો પણ ચાલે. કારણ કે આવા લોકો કોઈપણ વાત સહેલાઈથી કોઇને જણાવી દેતા નથી. આવા લોકો બધાનું સાંભળવામાં માને છે પરંતુ અંતે પોતાનું ધાર્યું કરવામાં માને છે, એટલે જ આવા લોકોને એકલું રહેવું પણ વધારે પસંદ હોય છે.
આવા લોકોને કોઇપણ વાત પર આર્ગ્યુમેન્ટ કરવાની ટેવ હોતી નથી પરંતુ જો કોઈ તેને ખોટા સાબિત કરવા માંગે અથવા તેના કૅરૅક્ટર નું ખરાબ બોલે તો આવા લોકો તેને સહન કરી લેતા નથી પરંતુ તે સામેવાળા વ્યક્તિ ને ખોટી સાબિત કરી ને રહે છે અને આવું કરવાની તેને મજા પણ આવે છે. આવા લોકો માં એક ખાસિયત રહેલી હોય છે, તે છે કે તે ગમે તે લોકોને વાંચી શકે છે એટલે કે તેના વિશે સમજી શકે છે. એટલું જ નહીં દસમાંથી લગભગ પહેલી 9 વાતો તમારા વિષે સાચી નીકળે એ હદે તેઓ તમને ઓળખી શકે છે. એટલે કે બીજા લોકોના માઇન્ડ કરવામાં આવા લોકો ખૂબ જ હોશિયાર હોય છે. જો તમે આવા લોકોની સાથે આર્ગ્યુમેન્ટ માં પડ્યો હતો જીતવાની આશા બહુ ઓછી જ રાખવી. કારણ કે આવા લોકો ખૂબ જ હોશિયાર હોય છે. આવા લોકોની સાથે સંબંધમાં કદાપિ ખોટું બોલવાની ટેવ રાખવી નહીં. નહીં તો આવા લોકોને તે જરા પણ પસંદ હોતું નથી.
આવા લોકો ને એકલું રહેવું એટલી હદે પસંદ હોય છે કે ઘણી વખત તો તેની સામે જોઈ રહેવાથી પણ તેને નર્વસ ફીલ થવા લાગે છે. તો આવા લોકોની બીજી વાત કરીએ તો જો કોઈ તેની સામે જોઈ રહ્યું હોય તો તેઓ નર્વસ તો ફીલ કરે જ છે પરંતુ સાથે સાથે ઘણી વખત ભૂલ પણ કરી બેસતા હોય છે. આવા લોકોને વાતચીત કરવાની તો દરેક લોકો સાથે આદત હોય છે પરંતુ તેઓ ખૂબ જ ઓછા લોકો નો વિશ્વાસ કરે છે.
આવા લોકોને તેનું દુઃખ છુપાવતા ખૂબ જ સારી રીતે આવડે છે, અને તે દુનિયા સામે કાયમ હસી બોલીને રહેવાવાળા વ્યક્તિઓ હોય છે. આવા લોકો પોતાનું દુઃખ અને પોતાની સ્ટ્રગલ માત્ર પોતાના પૂરતું જ રાખે છે. તે કોઇને કહેવામાં કમ્ફર્ટ અનુભવતા નથી. ખૂબ જ મોટું દુઃખ હોવા છતાં પણ તે પોતાની મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટ ને કાબૂમાં રાખીને એક શબ્દ પણ બોલતા નથી.
આવા લોકોના મૂડ ઘણી વખત ખૂબ જ જલ્દી બદલાઈ જતા હોય છે, લાગણી શીલ સમયે તેને ઓળખવા તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યારે આવા લોકો લાગણીશીલ હોય ત્યારે તેની લાગણી ગમે ત્યારે ટ્રીગર થઈ શકે છે. અને મોટાભાગના આ સમયે આ ખૂબ જ ઓચિંતા ની ટ્રિગર થાય છે.
આવા લોકોને પોતાની લાગણી બીજા સાથે શેર કરવામાં ખુબ જ ખચકાટ અનુભવે છે. કારણ કે આવા લોકો પોતાની લાગણી ફેસ ટુ ફેસ જણાવવાને બદલે લખીને જણાવવામાં વધારે નિપુણ હોય છે. એટલે કે સારા લેખક પણ આવા લોકો બની શકે છે.