અનુષ્કા ની ‘ડુપ્લીકેટ’ તસવીરો થઇ વાઇરલ, જો સામે આવે તો કોહલી પણ થઈ જાય કન્ફયુઝ

પાછલા કેટલાક વર્ષોથી જેને બોલિવૂડમાં પગ મૂક્યો છે અને પોતાનું નામ બનાવ્યું છે તેવી અભિનેત્રીઓમાં અનુષ્કા શર્માને પણ સામેલ કરવી પડે. તેને ઘણી સારી ફિલ્મો આપી છે, જોકે તાજેતરની ફિલ્મ એટલું સારું પ્રદર્શન કરી શકી નથી. પરંતુ ફિલ્મો હોય કે કોઈ અન્ય ગોસિપ તે હંમેશા ચર્ચામાં રહે છે. પછી એ વિરાટ કોહલી સાથે તસવીરો હોય કે અન્ય કોઈ કારણ પણ તે સોશિયલ મીડિયામાં હમેશા ચર્ચાનો વિષય રહેતી હોય છે.

પરંતુ હમણાંથી જે ચર્ચામાં છે તે અનુષ્કા પોતે નહી તેની એક ડુપ્લીકેટ, જી હા તેના જેવી જ દેખાતી એક મહિલા જેનું નામ જુલિયા છે તે પણ હાલ ખૂબ ચર્ચામાં છે. અને લોકો તેના ઉપર ભરપૂર ટિપ્પણી કરી રહ્યા છે.

હકીકતમાં બન્યું એવું કે જુલિયાએ બે તસવીરો ટ્વિટ કરીને જણાવ્યું કે અનુષ્કા કદાચ આપણે બંને જુડવા છીએ. અને આ પોસ્ટમાં તેણે અનુષ્કા શર્મા ને ટેગ પણ કરી. હકીકતમાં જોવા જઈએ તો તમે પણ તસવીર જોઈને થાપ ખાઈ શકો કે આ બંને આટલા એક સરખા કઈ રીતે દેખાઈ શકે.

આ તસવીર જોઈને અનુષ્કાએ પણ રિપ્લાય આપ્યો કે હું જીંદગીમાં તને અને આપણા બીજા પાંચ એક જેવા દેખાતા ચહેરાઓને શોધી રહી હતી. આ ટ્વિટમાં તેને બીજા પાંચ એટલે ઉલ્લેખ કર્યો કે એવું માનવામાં આવે છે કે આપણા જેવા ચહેરો ધરાવતા કુલ સાત માણસો આખી દુનિયામાં હોય છે.

એટલે કે કોઈ પણ માણસ ના 7 ડુપ્લીકેટ હોય છે, જો કે આ એક માન્યતા જ છે. અને શું ખબર કદાચ સત્ય પણ હોય.

આ ટ્વીટ પછી બંનેના ચાહકોએ જબરા રીએક્શન આપ્યા હતા. એમાં ઘણા લોકોએ કહ્યું હતું કે વિરાટ જુલિયા સામે આવી જાય તો અનુષ્કા ને પણ ઓળખી ન શકે. તો ઘણા લોકોએ ટીપ્પણી કરી હતી કે એટલી બધી એકસરખી દેખાતી નથી.

તો એક વપરાશકર્તા એ જણાવ્યું હતું કે વિરાટ હવે પોતાનો ચહેરો blush કરી રહ્યો છે. તમને અનુષ્કા અને જુલિયા મા કેટલી સામ્યતા લાગી તે જણાવજો.

અને જણાવી દઈએ કે જુલિયા પણ કોઈ સામાન્ય માણસ નથી તે ઘણી લોકપ્રિય ગાયક કલાકાર છે. સાથે સાથે તે લિરિસિસ્ટ પણ છે. અને તેની ઉંમર અત્યારે ૨૫ વર્ષની છે. તે પણ ઓછી લોકપ્રિય નથી ઇન્સ્ટાગ્રામ મા તેના દસ લાખથી પણ વધુ ફોલોવર છે.