બિલાડી સાથે જોડાયેલા શુભ-અશુભ સંકેત – જાણો અને શેર કરજો
એવું પણ માનવામાં આવે છે કે જમતી વખતે જો બિલાડી આવીને જુવે તો મોટું નુકસાન થઈ શકે છે. ઘણા લોકો ને ત્યાં કોઈ અશુભ ઘટના બને ત્યારે બિલાડી આવવાની જગ્યાએ તેની પાલતુ બિલાડી પણ ઘરથી ભાગી જાય છે. આનું કારણ એ પણ હોઈ શકે કે બિલાડીઓની છઠ્ઠી ઇન્દ્રિય ઘણી સક્રિય હોય છે જેથી તેને પૂર્વાભાસ થઈ જાય છે.
આ માન્યતા લગભગ બધાને ખબર હશે કે કાળી બિલાડી રસ્તો કાપે તો અશુભ માનવામાં આવે છે. પરંતુ જ્યારે બિલાડી ડાબેથી જમણે જાય ત્યારે જ અશુભ માનવામાં આવે છે. અન્ય સ્થિતિઓમાં બિલાડીઓનું રસ્તા કાપવાનું અશુભ મનાતું નથી.
જો બિલાડીઓ આપસમાં ઝઘડા તો તેને ગૃહ ક્લેશ નો સંકેત માનવામાં આવે છે. જો કોઈના ઘરમાં બિલાડી ઓ ઝઘડી રહી હોય તો તે ઘરમાં જલ્દી જ ક્લેશ થઈ શકે છે.
એવી પણ લોક માન્યતા છે કે જો દિવાળીની રાત્રે બિલાડી ઘરમાં આવે તો તેને શુભ ગણવામાં આવે છે. આ સિવાય બિલાડી ઘરમાં બચ્ચાને જન્મ આપે તો તેને પણ સારું માનવામાં આવે છે.