આ બોલીવુડ સિતારાઓએ મદદ કરીને પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ, જાણો કોણે ડોનેટ કર્યા કેટલા રૂપિયા
જ્યારે વાત દેશના જવાનોની આવે ત્યારે અક્ષય ઘણી વખત જવાનોના સપોર્ટમાં ઉભા રહે છે. આ વખતે પણ હુમલામાં શહીદ થયેલા જવાનોને પાંચ કરોડ રૂ દાન આપવાનો નિર્ણય લીધો હતો. અને તેઓએ દરેક લોકોને વિનંતી કરી હતી કે બીજા લોકો પણ શહીદોના પરિવારને દાન આપે.
અમિતાભ બચ્ચન
બોલિવૂડમાં જેની દિગ્ગજ અભિનેતાઓમા ગણતરી કરવામાં આવે છે અભિતાભ બચ્ચન એ પણ હુમલો થયા બાદ 40 શહીદોના પરિવારોને પાંચ લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું હતું, તેના આ એલાન પછી તેના ચાહકોએ પણ તેની ઘણી પ્રસંશા કરી હતી.
સલમાન ખાન
સલમાન ખાન પોતાની સંસ્થા being human ચલાવે છે. જેના અંતર્ગત તેઓએ શહીદો ના પરિવાર માટે મદદ કરી છે. અને આ જાણકારી સલમાને નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી કિરણ રિજૂજૂ એ ટ્વિટર પર આપી હતી. જોકે આ ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે સલમાને કેટલી રકમની મદદ કરી છે.
ફિલ્મ ટોટલ ધમાલ
ફિલ્મ ટોટલ ધમાલ ની ટીમ એ આ હુમલા પછી વર્તમાન પરિસ્થિતિ જોઇને પાકિસ્તાનમાં આ ફિલ્મ રિલીઝ નહીં થવા માટે તો નક્કી કર્યું જ હતું, પરંતુ તેઓએ શહીદો ના પરિવાર માટે પચાસ લાખ રૂપિયાની મદદ આપવાની વાત કરી હતી. અને આ ની જાણકારી ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરીને આપી હતી.
ફિલ્મ ઉરી ની ટીમ
આ ફિલ્મના પ્રોડ્યુસર Ronnie screwvala એ ટ્વિટર ઉપર જાણકારી આપીને ટ્વીટ કર્યું હતું કે ટીમ ઉરી આર્મી ફેમિલી વેલ્ફેર ફંડમાં એક કરોડ રૂપિયા આપશે. સાથે તેઓએ સુનિશ્ચિત કર્યું હતું કે આ પૈસા પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારને જ મળે.
Diljit Dosanjh
પંજાબના મશહૂર ગાયક માં જેની ગણતરી કરવામાં આવે છે અને અભિનેતા એવા દિલ જીતે પણ પોતાના તરફથી ત્રણ લાખ રૂપિયાની રકમ શહીદો ના પરિવાર માટે શ્રદ્ધાંજલિ રૂપે આપી હતી. અને તેને આ રકમનો સ્ક્રીનશોટ પાડીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.