થોડા ચોખાના દાણા બદલી શકે છે આપની કિસ્મત, મળશે ખુશી અને સુખ-સમૃદ્ધિ
ચોખા ની વાત કરીએ તો ભાત ખાવા દરેકને પસંદ છે. આપણા ગુજરાતની વાત કરીએ તો વાત વગર ભોજન પૂરું થતું નથી. કારણકે શાક રોટલી અને દાળ ભાત એ આપણી પરંપરાગત ભોજન થાળ છે. હિન્દુ ધર્મ પ્રમાણે વાત કરીએ તો ભાતને એટલે કે ચોખા ને અક્ષત પણ કહેવામાં આવે છે. અને ઘણા પ્રસંગો અને શુભ કાર્યોમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ જો પૂજા સામગ્રી લેવા ગયા હશો તો આ વસ્તુનો ખ્યાલ હશે. ઘણી વખત હવનમાં કે કોઈ પણ બીજા શુભ પ્રસંગમાં આપણે ચોખાનો જુદી-જુદી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવ્યા છે જેનાથી જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરી શકાય છે. અને શાસ્ત્રોમાં પણ જ્યોતિષ ને મહત્વ દેવાયું છે. આમાં ઘણા ઉપાયો ચોખા સાથે પણ જોડાયેલ છે જેનો ઉપયોગ અલગ-અલગ પરેશાનીઓથી છુટકારો પામવા માટે કરી શકાય છે.
તો ચાલો જાણીએ એવા ઉપાયો વિશે
જો કોઈપણ વ્યક્તિને પિતૃદોષ હોય તો એવું માનવામાં આવે છે કે કાગડાને ચોખાથી રાંધેલી ખીર અને રોટલી ખવડાવવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે. આનાથી વ્યક્તિનું જીવન બદલી જાય છે અને પહેલાં કરતાં વધારે સુખમય બની જાય છે.
જો કોઈ વ્યક્તિને સફળતા પામવા પહેલા બાધાઓનો સામનો કરવો પડતો હોય તો એવા લોકોએ મીઠા ચોખા રાંધીને અગાસી પર વેરી નાખવા જોઈએ જેનાથી કાગડાઓ તેનું સેવન કરી શકે. આવું કરવાથી માણસને જલ્દી જ સફળતા મળવાના યોગ બને છે.
જો કોઈ વ્યક્તિને એના જીવનમાં આર્થિક કમી નો સામનો કરવો પડી રહ્યો હોય તો એના માટે પોતાના વોલેટમાં 21 ચોખાના દાણા લાલ રંગના રેશમી કપડામાં રાખે તો મનાય છે કે તેના જીવનમાં આર્થિક ફાયદો થાય છે. પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાય માત્ર શુક્રવારે જ કરવો કારણકે શુક્રવારે આ ઉપાયને કરવો એ શુભ મનાય છે.