ડિસેમ્બરમાં આ દિવસથી થંભી જશે શુભ કાર્યો, જોવી પડશે 30 દિવસની રાહ
હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય કરતાં પહેલાં તેનું શુભ મુહૂર્ત જોવામાં આવે છે, મુહૂર્ત જોયા વગર કોઈ શુભ કાર્ય થતું નથી કારણ કે એવું માનવામાં આવે છે કે મુહૂર્તના સમયે ન કરવામાં આવે તો કાર્યોમાં આવી શકે છે. આટલા માટે કોઈપણ શુભ કાર્ય હોય કે માંગલિક કાર્ય હોય તો તેમાં પહેલા સર્વશ્રેષ્ઠ મુહૂર્ત જોવામાં આવતું હોય છે.
પરંતુ પંચાંગ અનુસાર અમુક મુહૂર્ત શુભ હોય છે તો અમુક હોતા નથી. ત્યારે શુભ મુહૂર્ત ન હોય ત્યારે માંગલિક કાર્યો કરવાથી નુકસાન ભોગવવું પડી શકે છે. એવી જ રીતના અમુક સમય ગાળા દરમ્યાન શુભ કાર્ય વર્જિત છે જેથી આવા દિવસો દરમ્યાન શુભ કાર્યો કરવા જોઈએ નહીં.
આ મહિને એટલે કે ડિસેમ્બરમાં 16 ડિસેમ્બર ની તારીખથી અને તિથિ પ્રમાણે નોમથી આ સમયગાળો શરૂ થશે તો ૧૪ જાન્યુઆરી સુધી આ સમયગાળો જળવાયેલો રહેશે.