દિયા મિર્ઝાએ કર્યો ખુલાસો, પતિથી અલગ થવાનું કારણ કોઈ મહિલા નહીં પરંતુ…

દિયા મિર્ઝા બોલિવૂડની અભિનેત્રી છે. અને તેને બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ પણ કરેલું છે, તે તેના ચાહકો વચ્ચે અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે. પરંતુ હાલમાં કે અભિનેત્રી ખબરોમાં છે કારણકે હાલમાં જ ખબર આવ્યા છે કે તે અને તેના પતિ બંને 11 વર્ષના સંબંધ પછી એકબીજાની સહમતિ સાથે અલગ થઇ ગયા છે.

દિયા મિર્ઝા હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સંજુ માં પણ જોવા મળી હતી. જેમાં તેને સંજય દત્તની પત્ની નો રોલ નિભાવ્યો હતો. જણાવી દઈએ કે દિયા મિર્ઝા બોલિવૂડમાં પહેલેથી જ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ હાલમાં તે સમાચારોમાં એટલે આવી હતી કે તે અને તેના પતિ એકબીજાથી અલગ થઈ ગયા છે.

જોકે એના અલગ થવાના કારણમાં કનિકા ધિલોનનું નામ પણ વચ્ચે આવ્યું હતું. જેઓ પોતે એક સ્ક્રીન રાઇટર છે. જોકે આ એક અફવા ની જેમ ફેલાઈ હતી, પરંતુ દિયા મિર્ઝા આ બધી અફવાઓને ચુપ કરી નાખી છે કારણકે તેને સોશિયલ મીડિયા પર એટલે કે ટ્વીટર પર એકસાથે ત્રણ ટ્વિટ કરી હતી જેમાં ચોખ્ખેચોખ્ખું તેના સંબંધ વિશે જણાવી દીધું હતું.

અભિનેત્રીએ પોતાની પહેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે એ સ્પષ્ટ કરવું અને કોઈપણ જાતની અફવાઓ અને અટકળો અને દૂર કરવું જરૂરી છે જે મીડિયાના એક નિશ્ચિત વર્ગ મારા અને સાહિલ ના સંબંધને લઈને ફેલાવી રહ્યા છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અહીં મીડિયાનું જવાબદારી વગર નું સ્થળ અને રવૈયો જોવામાં આવ્યો છે.

આ ટ્વીટ પછી તરત જ તેને બીજી ટ્વિટ કરી હતી એમાં જણાવ્યું હતું કે આનાથી પણ વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે અમારા સહયોગી નું નામ મીડિયા કલંકિત અને બદનામ કરી રહી છે. એક સ્ત્રી હોવાને લીધે હું આના સપોર્ટમાં ક્યારે ઉભી રહીશ નહીં કે બીજી મહિલાનું નામ ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવે કે જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કરવામાં આવે.

અને આ ટ્વીટ તુરંત જ તેને ત્રીજી ટ્વિટ પણ કરી હતી કે કથિત રિપોર્ટમાં કોઈપણ સત્યતા છે નહીં, કોઈપણ ત્રીજો વ્યક્તિ મારા અને સાહિલ ના અલગ થવાનું કારણ નથી. અમે મીડિયાને અનુરોધ કર્યો છે કે આના વિષે થોડી ગોપનીયતા જાળવી રાખે. આશા રાખું છું કે તે આનું સન્માન કરશે.