બોલિવૂડમાં પાછલા વર્ષમાં ઘણા એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ આવી ચૂક્યા છે જેને પોતાની જગ્યા કાયમ કરી નાખી છે, આવા એક્ટર્સ તેની અભિનય ક્ષમતા રૂપેરી પડદે દેખાડી ચૂક્યા છે. એમ જ એક્ટર ટાઈગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટણી નું પણ નામ આવે છે. તે બંને સારા મિત્રો છે. અને જ્યાં સુધી દિશા ની વાત કરીએ તો તે હંમેશા કોઈને કોઈ ટોપિકને લઈને ચર્ચામાં રહે છે. પછી તે માત્ર સોશિયલ મીડિયા પર ફોટો શેર કેમ ન કર્યો હોય પરંતુ અભિનેત્રી કાયમ ચર્ચામાં રહે છે. હાલમાં જ પાછી તે ચર્ચામાં આવી છે, અને હાલમાં એવું પણ જોવા મળ્યું છે કે બંને એક્ટર્સ પોતાના સોશિયલ મીડિયા પર એક્શન વિડીયો ખૂબ પોસ્ટ કરતા રહે છે.
જેમાં હમણાં જ અભિનેત્રી ય મુકેલો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે જે જોઈને ટાઇગર શ્રોફ પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા છે.
જણાવી દઈએ કે અભિનેત્રી એ પોતાનો એક્શન વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જેમાં તે જબરદસ્ત એક્શન કરી રહી છે. અને તેને લખ્યું હતું કે તે અત્યારે ટ્રેનિંગમાં બેક હેન્ડ સ્પ્રિંગ શીખવાની કોશિશ કરી રહી છે. અને તે આ વીડિયોમાં જબરદસ્ત એક્શન કરતી નજરે આવી રહી છે, તેમાં ટાઇગર શ્રોફ એ તેની પોસ્ટ ઉપર કોમેન્ટ કરી હતી કે “આરામથી”. આથી તેની આ કોમેન્ટ ની ચર્ચા બંને એક્ટર્સ ના ચાહકોમાં થવા લાગી હતી.
જુઓ વિડિયો
View this post on Instagram
જણાવી દઈએ કે દિશા પોતાની નવી ફિલ્મ સલમાન ખાન સાથે કરી રહી છે, અને આ ફિલ્મ ભારત હાલ ખૂબ જ ચર્ચામાં પણ રહી ચૂકી છે. જણાવી દઈએ કે આ ફિલ્મની રિલીઝ ઈદ પર થવાની છે. અને એવું પણ જણાઇ રહ્યું છે કે આ ફિલ્મમાં પણ દિશા જબરદસ્ત એક્શન કરતી નજરે આવશે. દિશા અને ટાઇગરને પહેલી વખત બાગી ૨ ફિલ્મમાં સાથે નજર આવ્યા હતા, અને આ જોડીને દર્શકોએ પસંદ પણ કરી હતી. જેના કારણે જ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઘણા સમય સુધી ટકી રહી હતી. અને તેને કમાણી પણ સારી એવી કરી હતી.
View this post on Instagram