દુકાનદાર પાસે એક નાનો છોકરો વીસ રૂપિયા લઈને વિધવા માતાની દવા લેવા આવ્યો, પણ દુકાનદારે ના પાડી દીધી અને પછી જે થયું તે…

બપોરનો સમય હતો. જેઠ મહિનાનો ધગધગતો તડકો રસ્તાઓ પર આગ ઓકી રહ્યો હતો. ગરમી એટલી અસહ્ય હતી કે બજારમાં માંડ બે-ચાર લોકો દેખાતા હતા. રમેશભાઈ પોતાની દવાની મોટી દુકાનમાં ગલ્લા પર બેઠા હતા. દુકાનની અંદર એસીની ઠંડક હતી, એટલે તેમને બહારની ગરમીનો કોઈ અંદાજ નહોતો. રમેશભાઈ આખા વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત વેપારી તરીકે જાણીતા હતા. તેમનો વેપાર સારો ચાલતો હતો અને ઘરમાં કોઈ વાતની ખોટ નહોતી.

એ જ સમયે દુકાનના પગથિયાં ચડીને એક નાનો છોકરો અંદર આવ્યો. તેની ઉંમર માંડ નવ-દસ વર્ષની હશે. તેના કપડાં ખૂબ જ સાધારણ અને જૂના હતા. પગમાં પહેરેલી ચંપલ આખી તૂટેલી હતી, જે માંડ માંડ દોરીથી બાંધેલી હતી. છોકરાના ચહેરા પર ગભરાટ હતો અને કપાળ પર પરસેવાના ટીપાં ચમકી રહ્યા હતા. તે ખૂબ જ આશા સાથે રમેશભાઈના ગલ્લાની નજીક આવ્યો.

છોકરાએ પોતાના નાના અને ધ્રૂજતા હાથમાંથી ગડી વળેલી નોટો અને થોડા સિક્કા બહાર કાઢ્યા. તેણે રમેશભાઈ સામે હાથ લંબાવ્યો. ગલ્લા પર એ કુલ વીસ રૂપિયા હતા. છોકરાએ એકદમ ધીમા અને કરુણ અવાજે કહ્યું કે સાહેબ, મારે મારી વિધવા માતા માટે ડાયાબિટીસની દવા જોઈએ છે. મારી માતાની તબિયત ખૂબ ખરાબ છે, કૃપા કરીને મને આ દવા આપી દો.

રમેશભાઈએ છોકરા સામે જોયું અને પછી કાગળ પર લખેલી દવાનું નામ જોયું. તે દવા પચાસ રૂપિયાની હતી. રમેશભાઈએ ગણતરી કરી અને જોયું કે છોકરા પાસે માત્ર વીસ રૂપિયા જ હતા. એટલે કે ત્રીસ રૂપિયા ઓછા પડતા હતા. વેપારના નિયમો પાળતા રમેશભાઈએ તુરંત જ પોતાનું માથું હલાવ્યું. તેમણે કડક અવાજે કહ્યું કે ભાઈ, આટલા રૂપિયામાં આ દવા ન આવે. ત્રીસ રૂપિયા ઓછા છે, પૂરા રૂપિયા લઈને આવ તો જ દવા મળશે.

છોકરાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કાલાવાલા કરતા કહ્યું કે સાહેબ, મારી પાસે અત્યારે આટલા જ રૂપિયા છે. મેં આખા ઘરમાંથી ભેગા કર્યા છે. મારી માતા ઘરે એકલી છે અને તેને ચક્કર આવી રહ્યા છે. તમે પ્લીઝ મને દવા આપી દો, હું બાકીના રૂપિયા પછી ગમે ત્યાંથી લાવી આપીશ. પરંતુ રમેશભાઈનું દિલ ન પીગળ્યું. તેમણે કહ્યું કે રોજ સવારથી સાંજ સુધી આવા કેટલાય લોકો આવે છે, તું અત્યારે અહીંથી જા અને પૂરા પૈસા લાવ.

છોકરો નિરાશ થઈ ગયો. તે રડતો રડતો દુકાનની બહાર નીકળી ગયો. પણ તે ઘરે પાછો ન ગયો. તેને આશા હતી કે કદાચ કોઈ ભગવા નો માણસ ત્યાંથી નીકળશે અને તેની મદદ કરશે. તે દુકાનની બહાર કાળઝાળ તડકામાં ફૂટપાથ પર માથું નીચું રાખીને બેસી રહ્યો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે દર સેકન્ડે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તેની માતા સાજી થઈ જાય.

બરાબર એ જ સમયે દુકાનની અંદર બેઠેલા રમેશભાઈના મોબાઈલમાં એક મેસેજ આવ્યો. તેમણે ફોન ખોલીને જોયું તો તેમના બેંક ખાતામાંથી પાંચ હજાર રૂપિયા કપાયાનો મેસેજ હતો. રમેશભાઈ ચોંકી ગયા. તેમણે તરત જ ઘરે પોતાની દીકરી પાયલને ફોન લગાવ્યો. પાયલે ફોન ઉપાડ્યો એટલે રમેશભાઈએ પૂછ્યું કે બેટા આ પાંચ હજાર રૂપિયા શેના કપાયા છે? કોઈ ઓનલાઈન ફ્રોડ તો નથી થયું ને?

પાયલે એકદમ સહજતાથી હસતા હસતા જવાબ આપ્યો કે ના પપ્પા, મેં ઓનલાઈન એક બહુ જ સરસ બ્રાન્ડેડ જેકેટ ઓર્ડર કર્યું છે. આ જેકેટ સેલમાં હતું અને તેના પર બહુ સારી ઓફર હતી એટલે મેં તરત જ મંગાવી લીધું. રમેશભાઈએ થોડા ગુસ્સામાં કહ્યું કે બેટા, હજુ ગયા મહિને જ તે તારા માટે બે નવા મોંઘા ડ્રેસ લીધા હતા. વળી અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે, તો આ જેકેટનો ઘરમાં શો ઉપયોગ છે? ઘરમાં પહેલેથી જ તારા કેટલાય કપડાં પડ્યા છે.

પાયલે બેદરકારીથી જવાબ આપ્યો કે અરે પપ્પા, ફેશન માટે લીધું છે. જ્યારે શિયાળો આવશે ત્યારે પહેરીશ. અને જો ફ્રેન્ડ્સ સર્કલમાં દેખાવ કરવો હોય તો આવી બ્રાન્ડેડ વસ્તુઓ હોવી જ જોઈએ ને. પાયલના આ શબ્દો સાંભળીને રમેશભાઈના કાનમાં જાણે કોઈએ ગરમ તેલ રેડ્યું હોય એવો અહેસાસ થયો. તેમના મનમાં એક જોરદાર ધ્રાસકો પડ્યો.

રમેશભાઈએ ફોન મૂકી દીધો. તેઓ ગલ્લા પર બેઠા બેઠા ઊંડા વિચારોમાં ડૂબી ગયા. તેમણે દુકાનના કાચમાંથી બહાર નજર કરી. બહાર પેલો નાનો ગરીબ છોકરો હજુ પણ તૂટેલી ચંપલ પહેરીને, કાળઝાળ તડકામાં બેઠો હતો. ત્રીસ રૂપિયાની અછતને કારણે એક દીકરો તેની વિધવા માતાની જિંદગી માટે ભીખ માંગી રહ્યો હતો. અને બીજી તરફ તેમની પોતાની દીકરી પાંચ હજાર રૂપિયાનું એવું જેકેટ ખરીદી રહી હતી, જેનો કોઈ જ તાત્કાલિક ઉપયોગ નહોતો.

આ વિચારે રમેશભાઈના અંતર આત્માને ઢંઢોળી નાખ્યો. તેમને સમજાયું કે આપણે આપણા બિનજરૂરી મોજશોખ અને દેખાડા પાછળ હજારો રૂપિયા પાણીની જેમ વહાવી દઈએ છીએ. જ્યારે બીજી તરફ કોઈ ગરીબ માણસ થોડા રૂપિયાના અભાવે પોતાની જિંદગીની જંગ હારી જાય છે. આપણી એ બિનજરૂરી મોજશોખ કોઈકની જિંદગી બચાવી શકે છે, એ પરમ સત્ય આજે રમેશભાઈની આંખો સામે આવી ગયું હતું.

તેમના હૃદયમાં પસ્તાવાની આગ સળગવા લાગી. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાયલને ફરીથી ફોન કર્યો અને કહ્યું કે તું હમણાં જ એ ઓર્ડર કેન્સલ કર. મારે ઘરમાં કોઈ વધારાનો દેખાડો નથી જોઈતો. પાયલે પપ્પાનો કડક અવાજ સાંભળીને તરત જ ઓર્ડર કેન્સલ કરી દીધો અને બેંકના પૈસા પાછા આવી ગયા.

ત્યારબાદ રમેશભાઈ ગલ્લા પરથી ઊભા થયા અને દોડતા દુકાનની બહાર ગયા. ફૂટપાથ પર બેઠેલા પેલા નાના છોકરા પાસે ગયા. તેમણે પ્રેમથી છોકરાના ખભા પર હાથ મૂક્યો. છોકરાએ ડરતા ડરતા ઉપર જોયું. રમેશભાઈએ તેનો હાથ પકડ્યો અને તેને દુકાનની અંદર લાવ્યા. તેમણે છોકરાને એસીની ઠંડકમાં બેસાડ્યો અને પીવા માટે ઠંડુ પાણી આપ્યું. છોકરાને કંઈ સમજાતું નહોતું કે અચાનક આ શેઠ કેમ બદલાઈ ગયા.

રમેશભાઈએ પોતાની દુકાનના કબાટમાંથી પેલા છોકરાની માતાની ડાયાબિટીસની દવાઓ કાઢી. તેમણે માત્ર એક મહિનાની નહીં, પણ આખા વર્ષની દવાઓનો મોટો જથ્થો એક થેલીમાં પેક કરી દીધો. તેમણે એ થેલી પેલા છોકરાના હાથમાં આપી. છોકરાએ ગભરાતા ગભરાતા પોતાના વીસ રૂપિયા ગલ્લા પર મૂકવાનો પ્રયત્ન કર્યો.

રમેશભાઈએ છોકરાના હાથમાંથી એ વીસ રૂપિયા પાછા આપી દીધા અને તેની આંખોમાં આંસુ સાથે કહ્યું કે ના બેટા, આ પૈસા તારી પાસે રાખ. આજથી તારી માતાની આખા વર્ષની દવા એક પણ રૂપિયો લીધા વિના મફત મળશે. તારે જ્યારે પણ દવાની જરૂર હોય ત્યારે સીધો મારી પાસે આવી જજે. તારી માતા હવે મારી પણ જવાબદારી છે.

છોકરાના ચહેરા પર જે ખુશી અને સંતોષ દેખાતો હતો, તેની કિંમત કરોડો રૂપિયા કરતાં પણ વધારે હતી. તેણે રમેશભાઈના પગે પડીને આશીર્વાદ લીધા અને રડતા રડતા કહ્યું કે સાહેબ, તમે મારા માટે ભગવાન બનીને આવ્યા છો. મારી માતા હવે સાજી થઈ જશે. છોકરો દવા લઈને દોડતો પોતાના ઘર તરફ રવાના થયો.

રમેશભાઈ દુકાનના દરવાજે ઊભા રહીને એ છોકરાને જતા જોઈ રહ્યા હતા. આજે તેમના હૃદયને જે પરમ શાંતિ મળી હતી, તેવી શાંતિ તેમને જિંદગીમાં ક્યારેય લાખો રૂપિયા કમાઈને પણ નહોતી મળી. તેમને સમજાયું કે સાચો માનવધર્મ એ જ છે કે જ્યારે આપણી પાસે ભગવાને બધું જ આપ્યું હોય, ત્યારે કોઈ જરૂરિયાતમંદની વહારે આવવું જોઈએ. દેખાડા અને મોજશોખ ક્ષણિક આનંદ આપે છે, પણ કોઈનું જીવન બચાવવું એ કાયમી પુણ્ય કમાવી આપે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.