સુંદર સ્ત્રી ડોકટરના ક્લિનિકમાં આવી એટલે ડોકટરે પહેલા તેને બોલાવીને પૂછ્યું શું સમસ્યા છે? પછી સ્ત્રીએ કહ્યું તે સાંભળીને...

એક સ્ત્રી ડોક્ટરના ક્લિનિકમાં ભાગથી ભાગતી ગઈ, તે થોડી નર્વસ હતી અને તે ડરેલી પણ હતી તેના ચહેરા પર ડર છલકાઈ રહ્યો હતો. તે સુંદર સ્ત્રી ત્યાં બેઠી હતી તેવામાં ડોક્ટરનું ધ્યાન તેના પર પડ્યું.

તેને જોયું કે કોઈ સુંદર સ્ત્રી ત્યાં બેઠી છે, તરત જ ડોકટરે સ્ત્રીને અંદર બોલાવીને પૂછ્યું. બોલોને તમારી શું સમસ્યા છે?

એટલે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે ડોક્ટર સાહેબ મને કોઈ સમસ્યા નથી પરંતુ મારા પતિને ગંભીર બીમારી થઈ હોય તેવું મને લાગે છે.

ડોક્ટરે પૂછ્યું કે શું થયું છે તમારા પતિને? ત્યારે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે ખબર નહીં ડોક્ટર પરંતુ એ મને માનસિક રીતે બીમાર થઈ ગયા હોય તેવું લાગે છે?

ડોક્ટરે કહ્યું આ તો ગંભીર વાત કહેવાય પરંતુ મને એ જણાવો કે તમારા પર હાથ ઉપાડે છે? શું તમારી સાથે ખરાબ વર્તન કરે છે? તમને કઈ રીતે ખબર પડી કે તેઓ માનસિક બીમાર છે?

ત્યારે સ્ત્રીએ કહ્યું કે ના રે ના એવું કંઈ નથી તેઓ માત્ર ધમકીઓ આપ્યા કરે છે અને ક્યારેક ક્યારેક એમ પણ કહે છે કે મારો હિસાબ કરી નાખો મારો હિસાબ કરી નાખો.

ડોક્ટરે નિશ્ચિત થઈને કહ્યું તમે ચિંતા ના કરો,. તમારા પતિ અત્યારે ક્યાં છે? તમે તેને સાથે લઈને આવ્યા છો?

ત્યારે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે ડોક્ટર સાહેબ હું તેને સાથે તો નથી લાવી શકી, અત્યારે તેઓ ઘરે જ છે, જો તમારે તેને મળવું જ હોય તો હું તમને જણાવવા માંગુ છું કે તમારો ડ્રાઇવર જો મારી સાથે તમારી ગાડી લઈને ચાલે તો હું મારા પતિને સરળતાથી અહીં લઈ આવી શકું.

ડોક્ટરે કહ્યું ઠીક છે હું સમજી શકું છું, ડોક્ટરે સ્માઈલ કરીને તેના ડ્રાઇવરને બોલાવ્યો અને કહ્યું કે આ મેડમ સાથે જા અને ગાડી લેતો જજે. ડ્રાઇવરને આદેશ આપી દીધો એટલે ડ્રાઇવર બહાર જઈને ગાડી તૈયાર કરીને ઉભો રહ્યો હતો.

તે સ્ત્રી ક્લિનિક માંથી નીકળીને તે કારમાં બેસી ગઈ અને ડ્રાઇવરને કહ્યું કે તમે એક જ્વેલરી ની દુકાને લઈ લો, આટલું કહીને શહેરમાં ફેમસ જ્વેલરી ની દુકાન પર લઈ જવા માટે કહ્યું.

ડ્રાઇવર તેને તે દુકાન પર લઈ ગયો,. જ્વેલરી શોપ પર પહોંચતા ની સાથે તે સ્ત્રી ગાડી માંથી નીચે ઉતરીને તે શોરૂમમાં અંદર ગઈ અને થોડા સમય સુધી અંદર સોનાના સેટ જોવા લાગી, તેને એક ખુબ જ મોંઘો સેટ પસંદ આવ્યો, થોડા સમય પછી બધા સેટ જોઈને તેને એ એક સેટ પેક કરાવ્યો અને જ્યારે પણ તેનું બિલ બને અને પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે...

તે સ્ત્રીએ કહ્યું કે હું ખૂબ જ મોટા ડોક્ટરની પત્ની શું, મારા માટે અત્યારે આ સેટ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો, એટલે હું તરત જ ઉતાવળમાં અહીંયા આવી ગઈ છું. મારી પાસે પૈસા પણ નથી અને કાર્ડ પણ નથી, જેથી હું તમને પેમેન્ટ આપી શકું. તમે કોઈ માણસને મારી સાથે મોકલી આપો.

તો કારમાં બેસીને તેને હું ડોક્ટર પાસે લઈ જઈશ, અને તે તમને પેમેન્ટ આપી દેશે. જવેલરી શોપના માલિકે વિચાર્યું કે આટલી મોટી રકમ હોવાથી મારે જ જવું જોઈએ અને એ બહાને ગાડીમાં બેસીને થોડું ચક્કર પણ લાગી જશે અને મોટા ડોક્ટર છે તો તેની સાથે ઓળખાણ પણ થઇ જશે.

તે કારમાં બેસી ગયા પરંતુ તે સ્ત્રીએ કહ્યું કે તમે ત્યાં ડોક્ટર પાસે જાઓ હું બાજુનું કામ પતાવીને ત્યાં પહોંચું છું. ડ્રાઇવરએ ગાડી શરૂ કરી દીધી અને થોડા સમય પછી ડોકટરના ક્લિનિક સુધી પહોંચી ગયા. તે સ્ત્રીએ ડ્રાઇવરને કહ્યું હતું કે આ ભાઈને ડોક્ટર સાથે મળાવી દેજે.

ડ્રાઇવર જ્વેલરી શોપના માલિકને લઈને ક્લિનિક ઉપર ગયો અને ડોક્ટર ને કહ્યું કે મેડમ તો સાથે નથી આવ્યા પરંતુ આ સાહેબને મોકલ્યા છે. ડોક્ટર સમજી ગયા કે આજ તેમના પતિ લાગે છે ત્યારે ડોક્ટર સાહેબે ધીરજ રાખીને ડ્રાઇવર સાથે આવેલા માણસ સામે જોયું.

અને તેને ધીમા સ્વરમાં પૂછ્યું કે સાહેબ તમે કેમ છો? ત્યારે તે જ્વેલરી શોપના માલિકે કહ્યું કે હું તો બિલકુલ સ્વસ્થ છું સાહેબ.

તો ડોક્ટરે પૂછ્યું કે તો તમારી સમસ્યા શું છે?

ત્યારે જ્વેલરી શોપના માલિકે ડોક્ટરને કહ્યું કે સાહેબ મારી સમસ્યા કોઈ નથી, બસ મારો હિસાબ કરી દો.

????????????????

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team