અનુષ્કા એ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશુટ, પરંતુ આ કારણે થઈ ટ્રોલ, જુઓ ફોટા
બોલિવૂડની સેલિબ્રિટી અને ફિલ્મ જેટલી લોકો વચ્ચે લોકપ્રિય હોય છે, તેવી જ રીતે ઘણી વખત અમુક ફિલ્મો તો અમુક અભિનેતાઓ કે અભિનેત્રીઓ ને મજાકનો સામનો પણ કરવો પડે છે. અને આ કંઈ નવીન વાત નથી કે કોઈ પણ બોલિવૂડની ફિલ્મ કે બોલિવૂડના એક્ટર્સ ટ્રોલ એટલે કે મજાક નો શિકાર બન્યા હોય, અનુષ્કા શર્મા આની પહેલા પણ ટ્રોલ થઈ ચૂકી છે.
ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઈપણ ફિલ્મ કે એક્ટર એક્ટ્રેસને લઈને ચર્ચા થતી હોય તેમાં, ઘણી વખત ફિલ્મ કહો કે બોલિવૂડની સ્ટારકાસ્ટ પરંતુ તેને ટ્રોલ કરવામાં આવતી હોય છે.
એટલું જ નહીં આની પહેલા જ્યારે અનુષ્કા શર્મા નું ફિલ્મ સુઈ-ધાગા રિલીઝ થવાનું હતું ત્યારે અનુષ્કા શર્માના ટ્રેલરમાં રહેલા એક સીનને લઈને ખૂબ જ મજાક-મસ્તી થઈ હતી, અને આ ટ્રોલ ને તો ખુદ અનુષ્કાએ પણ ખૂબ જ મનોરંજક ગણાવ્યો હતો.
પરંતુ ઘણી વખત મજાક ની જગ્યાએ લોકો અશ્લીલ કોમેન્ટ પણ કરવા લાગે છે, હાલમાં બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી અનુષ્કા શર્મા એ એક ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેનો એક તસવીર સામે આવી હતી જેમાં પારદર્શી ડ્રેસ મા તે નજરે આવી હતી. અને આ ફોટો જાણે ટ્રોલર્સ માટે નિશાનો બની ગયો હતો.
જોકે આ ફોટા ની પ્રશંસા પણ ઘણા લોકોએ કરી હતી કારણ કે, અનુષ્કા આ ફોટામાં ખૂબ જ સુંદર નજર આવી રહી હતી. અભિનેત્રીએ આ ફોટામાં શિયર ડ્રેસ પહેરેલો છે જેમાં તેનું બેક નેક ખુબ જ ડીપ છે અને તેનું મટીરીયલ સ્ટફ નેટનું દેખાઈ રહ્યું છે. આ તસવીરમાં તે ઘણી કોન્ફિડન્ટ પણ નજરે આવે છે.
પરંતુ સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓને આ ફેશન સેન્સ ન પસંદ આવી હોય તેઓ ઘણા લોકોમાં જોવા મળ્યું હતું, ઘણા લોકોને આ ડ્રેસ ખૂબ જ રીવીલીંગ લાગી રહી છે. માટે લોકો એડ્રેસ ને લઈને ઘણી કૉમેન્ટ પોસ્ટ ઉપર કરી હતી.