ગૂગલ દર વર્ષે એક યાદી બહાર પાડે છે જેમાં સૌથી વધુ થયેલા સર્ચ માંથી ટોપીક અલગ પાડીને યાદી બહાર પાડે છે, જેમ કે આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલા ગીતો નું લિસ્ટ પણ બહાર પડાયું હતું એવી જ રીતે ફિલ્મ તેમજ પર્સનાલિટી વિશે પણ જણાવાયું હતું. ચાલો જાણીએ કે પર્સનાલિટીમાં એટલે કે એક વ્યક્તિ તરીકે કોણે આ લિસ્ટ માં બાજી મારી છે.
10) Boney Kapoor
શ્રીદેવીના પતિ અને એક્ટર, પ્રોડ્યુસર બોની કપૂર આ વર્ષે સૌથી વધુ સર્ચ થયેલા 10 લોકોની યાદીમાં સામેલ થયા હતા. જોકે આ વર્ષે તેની પત્નીનું નિધન થતાં પણ તેઓ ઘણા ચર્ચામાં હતા.
9) Anup Jalota
અનુપ જલોટા આ વર્ષે તેના ભજનને લઈને ચર્ચામાં હતા પરંતુ તેના bigg boss મા થયેલી ઘટનાઓને લઈને પણ વધુ ચર્ચામાં હતા, અને આમ તેઓ સૌથી વધુ સર્ચ થયેલા માણસોની સૂચિમાં નવમું સ્થાન મેળવ્યા હતા.
8) Meghan Markle
પ્રિન્સ હેરી સાથે જેને વર્ષ 2018 માં લગ્ન કર્યા તે મેગન માર્કલ પણ આ યાદીમાં સામેલ થયા હતા, આ લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ભલે લગ્ન વિદેશમાં થયા હોવા છતાં ભારતમાં પણ આની ઘણી ચર્ચા થઈ રહી હતી.
7) Salman Khan
સલમાન ખાન બોલિવૂડના જાણીતા ચહેરા બની ચૂક્યા છે, તેમજ આ વર્ષે તેની ફિલ્મોને લઈને પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને રેસ થ્રી આવવાની હોય તેઓ ઘણા ચર્ચામાં હતા.
6) Sara Ali Khan
સૈફ અલી ખાનની દીકરી અને હાલમાં જ બની ચુકેલી અભિનેત્રી સારા અલી ખાન પણ આ વર્ષે આ સ્થાન પામી છે, જણાવી દઈએ કે તેને કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે અને ટૂંક સમયમાં જ તેની બીજી ફિલ્મ પણ આવી રહી છે જેમાં તેની સાથે રણવીર સિંઘ પણ જોવા મળશે.