|

બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ

ગુરુ નું રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. આજે બીજા નોરતા પર ૧૧ ઓક્ટોબરના રોજ સાંજે ગુરુ પોતાની જગ્યા બદલાવશે, તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એક વર્ષથી ગુરુ તુલા રાશિમાં સ્થિત છે. વૃશ્ચિક એક ગુરુ ના મિત્ર મંગળની રાશિ છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ને અત્યંત શુભ ગ્રહ માનવામાં આવે છે અને તેની દૃષ્ટિને ઘણું મહત્વ આપવામાં આવે છે. જો ગુરુ લગ્નેશ થઈને અથવા લગ્ન ભાવમાં સ્થાપિત થઈને જે તે વ્યક્તિ નો કારક બને તો તે વ્યક્તિ ધીર-ગંભીર, બુદ્ધિમાન અને આકર્ષક વ્યક્તિત્વ વાળા હોય છે. જણાવી દઈએ કે ગુરુ હવે વૃશ્ચિક રાશિમાં ૫ નવેમ્બર ૨૦૧૯ સુધી રહેશે. આના રાશિ પરિવર્તન નો દરેક રાશિઓ પર અલગ-અલગ પ્રભાવ પડશે.

જણાવી દઈએ કે ગુરુના આ રાશિ પરિવર્તન નો દેશ સામાજિક, રાજનૈતિક અને આર્થિક સ્થિતિ પર બહોળા પ્રમાણમાં પ્રભાવ પડશે. જાણો તમારી રાશિ અનુસાર તમારા પર કેવો પ્રભાવ પડશે.

સિંહ રાશિના લોકો માટે આ પરિવર્તન સૌભાગ્યમાં ઉણપ આવી શકે, અને આર્થિક દ્રષ્ટિ મા મહત્વપૂર્ણ છે. મિત્રો સાથે તણાવની સ્થિતિ બની શકે.

આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકો ને કપરા સમયગાળા ની વચ્ચે ક્યાંક ક્યાંક આશાની કિરણ નજર આવતી રહેશે. સાથે સાથે માનસિક અશાંતિ દુઃખ પણ પહોંચાડી શકે, મનને કાબૂમાં રાખવાની કોશિશ કરવી.

વૃષભ રાશિના લોકોને માટે આ સમય આર્થિક દૃષ્ટિએ જોવા જઈએ તો લાભદાયી નીવડી શકે છે. એટલે કામકાજ અને વેપારમાં સફળતા પ્રાપ્ત થશે, પરંતુ આના માટે પૂરતો પ્રયાસ કરવો પડશે.

મિથુન રાશિના લોકો માટે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, અને કાર્યમાં વિઘ્ન આવી શકે છે. જેના લીધે મનમાં ચિંતા અને મુસીબતો વધશે. હેલ્થ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

ગુરુનો શ્રેષ્ઠ પ્રભાવ હોય તો તે કર્ક રાશિના લોકો પર છે. પરંતુ અનુકૂળ પરિણામ મેળવવા માટે પ્રયાસ પણ તમારે વિશેષ કરવો પડશે, વ્યવસ્થિત મહેનત અને સંઘર્ષ થી વિશેષ ફળ પ્રાપ્ત થશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts