બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ
કન્યા રાશિના લોકો માટે આ સમયગાળો આર્થિક દ્રષ્ટિ થી માન સન્માન પદ-પ્રતિષ્ઠા અને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે. ધન અને ઐશ્વર્ય માં વૃદ્ધિ થશે.
ગુરુનું વૃશ્ચિકમાં ભ્રમણ તુલા રાશિના લોકો માટે વિવાદ અને દુઃખ વધારશે. કાર્યક્ષેત્રમાં પણ સફળતા મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડશે.
વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુ ભાગ્યવૃદ્ધિ માં સહાયક થશે. પરંતુ શારીરિક સ્વાસ્થ્ય ને લઈ ને સાવધાની રાખવી. ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
ધન રાશિના લોકો માટે થોડી મુશ્કેલીઓ આવશે. સામાજિક અને રાજનીતિક સાથે જોડાયેલા વ્યક્તિઓને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. અને આર્થિક વ્યય સંબંધિત મુશ્કેલી આવશે.
મકર રાશિમાં આ પરિવર્તન આર્થિક ધોરણ મજબૂત કરશે. નવા રોકાણો અને વેપારો માં પ્રવેશવાથી સફળતા મળી શકે, નોકરીમાં પ્રમોશનની પૂરી સંભાવના છે.
કુંભ રાશિના લોકો માટે આ આકસ્મિક પરિવર્તનથી થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. અને તમારા વિરોધીઓ ને કારણે કાર્યોમાં અડચણ ઊભી થઈ શકે. માનસિક તાણનો સામનો કરવો પડી શકે.
મીન રાશિ ના લોકો માટે આ રાશિનો પરિભ્રમણ સુખી સાબિત થશે. આરોગ્ય, સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ અને સંતાનસુખની પ્રાપ્તિ થઇ શકે. આર્થિક દૃશ્ટિ એ પણ ફાયદો થશે.
આ પરિવર્તનોની સાથે ઘણા લોકો માં બદલાવ જોવા મળશે. ઘણી વખત એવું પણ થાય કે તમને કરેલા કાર્ય નો યશ ન મળે, અને તેનો કોઈ બીજો લઇ જાય. સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થઈ શકે. પરંતુ આવામાં ગુરુવારે ગાયને ચણાની દાળ ખવડાવી શકાય જેનાથી આની અસર ઓછી થઈ શકે. ગુરુ માં પીળા રંગનું વિશેષ મહત્વ છે, ઇષ્ટદેવને પીળા રંગના પાંચ ફુલ પધરાવી શકાય. તમારા માતા-પિતા અને વડીલો ના આશીર્વાદ કાયમ લેતા રહેવું.