લતા મંગેશકરને “માં” કહીને બોલાવતા હતા બપ્પી લહેરી, તેમની સાથે નાનપણથી જ હતો ઊંડો સંબંધ
લોકોને ડિસ્કો અને રોક મ્યુઝિકનો સાચો અર્થ શીખવનાર સંગીતકાર બપ્પી લહેરીનું ગઈકાલે અવસાન થયું હતું. તેઓના જમાઈ એ આપેલા નિવેદન પ્રમાણે રાત્રે 11-12 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું.
જણાવી દઈએ કે બપ્પી લહેરી 70ના દાયકામાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને તેમનો જાદુ 80ના દાયકા ના અંત સુધી સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન દરેક ફિલ્મમાં તેઓ ના ગીત ને ચોક્કસપણે લેવામાં જ આવતા. જોકે તેઓને ખરી ઓળખ ફિલ્મ જખમી થી મળી હતી.
તેઓએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણા પ્રખ્યાત ગીતો ગાયા જેમાં – બોમ્બે સે આયા મેરા દોસ્ત, આઈ એમ ડિસ્કો ડાન્સર, જુબી-જુબી, યાદ આ રહા હૈ તેરા પ્યાર, યાર બિના ચૈન કહાં રે, તમ્મા તમ્મા લોગે વગેરે નો સમાવેશ થાય છે.
ગાયિકા લતા મંગેશકરનું થોડા સમય પહેલા નિધન થયું હતું. હવે ભારતને સંગીતની એક અલગ વ્યાખ્યા આપનાર બપ્પી લહેરીનું પણ અવસાન થયું હતું.