મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટરોએ જોયું મુકેશ અંબાણીનું ગેરેજ, તમે પણ જુઓ વિડિયો

મુકેશ અંબાણી ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ છે, અને એ આજકાલના નહીં પરંતુ ઘણા વર્ષોથી ભારત દેશના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં ટોચ ઉપર છે. એટલે સ્વાભાવિક છે કે તેની પાસે કારનું કલેક્શન કેવું વૈભવશાળી હશે.

જણાવી દઈએ કે તેની પાસે બી.એમ.ડબલ્યુ, ઓડી થી લઈને પોર્સે જેવી આધુનિક અને સુપર કાર ઉપલબ્ધ છે. મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટરોને મુકેશ અંબાણીના ઘરના ગેરેજમાં જઈને તેની ગાડી જોવાનો મોકો મળી ગયો હતો, અને એની સાથે વિડિયો સામે આવતા તેના ચાહકોએ પણ ગેરેજ ની ઝલક મેળવી હતી.

જેમાં મોંઘીદાટ કારો મોજુદ હતી. વીડિયોમાં તમને નજરે આવશે કે ક્રિકેટર એ ગાડીઓ માં કંઈક શોધી રહ્યા છે. હવે તે શું વસ્તુ છે અને શું કામ શોધી રહ્યા છે તે તો આપણે નથી જાણતા પરંતુ આ બહાને તેઓને મુકેશ અંબાણીના ગેરેજ ની એક ઝલક જોવા મળી ગઈ છે. તો તેના માધ્યમથી આપણને પણ તેની ઝલક જોવા મળી ગઈ છે.

નેટફ્લિક્સ માં તાજેતરમાં ક્રિકેટ ફીવર: મુંબઇ ઇન્ડિયન્સ નામની સીરીઝ રિલીઝ થઈ હતી જેનો આ વીડિયો કોઈએ youtube માં અપલોડ કર્યો હતો. જેમાં ગેરેજ ની ઝલક જોવા મળે છે અને મોંઘીદાટ કારો લાઈનસર ઉભી વીડિયોમાં દેખાય છે.

મુકેશ અંબાણી પાસે ઘણી બધી વૈભવશાળી ગાડીઓ છે. જેમાં એક બી.એમ.ડબલ્યુ ની ગાડી એવી હાજર છે જે લગભગ આખા ભારતમાં ગણતરીની ગાડીઓ છે. અને આ ની કિંમત અંદાજે આઠ કરોડથી પણ વધુ છે.

જણાવી દઇએ કે આ વિડીયો તેના આખા ગેરેજને બતાવતો નથી, કારણકે તેના આખા ગેરેજ ની ક્ષમતા 168 ગાડીઓની છે. પરંતુ આ વીડિયોમાં ગેરેજનો માત્ર થોડો હિસ્સો બતાવવામાં આવ્યો છે.

તમે પણ જુઓ આ વીડિયો