મીરા એ શેર કરી મિશા અને ઝૈનની ક્યુટ તસવીર, તસવીર જોઈને તમે કહેશો “ક્યુટ”

બોલિવૂડના અભિનેતા શાહિદ કપૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવવામાં માનતા હોય તેઓ તેની સોશિયલ મીડિયા પર ની વોલ પરથી જાણી શકાય છે. કારણકે તેની પત્ની મીરા અવારનવાર તેની પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

એવી જ રીતે હમણાં તેને તેની પુત્રી મીશા અને પુત્ર ઝૈનની cute તસવીરો શેર કરી હતી. જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂકી હતી. શેર કર્યાના ગણતરીના સમયમાં તેને લાખો લોકોએ પસંદ કરી હતી.

ફોટામાં તેને કેપ્શન પણ આપ્યું હતું. અને આ પહેલી વાર નથી કે મીરા એ આવી રીતે તસવીરો શેર કરી હોય, તે અવારનવાર તસવીરો શેર કરતી રહે છે. અને 2015માં બંનેના લગ્ન થયા પછી દીકરી અને દીકરો આવ્યા પછી હવે તેઓ સંપૂર્ણ મહેસૂસ કરે છે એવું પણ શાહિદે જણાવ્યું હતું.

જણાવી દઈએ કે પુત્ર આવ્યા પહેલા તેઓને એક મોટી દીકરી પણ છે જેનું નામ મિશા છે. જણાવી દઇએ કે અવાર-નવાર મિશા ની નવી તસવીરો આવતી રહે છે. ત્યારે પુત્ર નો જન્મ થયા પછી મીરા આ બંનેની તસવીરો શેર કરતી રહે છે.

હાલ શાહિદ કપૂર તેની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડી ઉપર આધારિત છે. જણાવી દઈએ કે અર્જુન રેડી ફિલ્મ ખુબ જ ચર્ચામાં રહી હતી અને તેને ખૂબ જ સફળતા પણ મળી હતી. અને શાહિદ કપૂરનો આ ફિલ્મમાં કેવો રોલ હશે તે જાણવા તેના ચાહકો અત્યારે ઉત્સુક છે.

આ ફિલ્મમાં શાહિદની સાથી અભિનેત્રી તરીકે કિયારા અડવાણી પણ નજરે આવશે. જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે, અને આ ફિલ્મને પાકિસ્તાનમાં પણ રિલીઝ કરવાની હતી પરંતુ ફેબ્રુઆરીમાં થયેલા જધન્ય હુમલા પછી આ ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો.