કર્ક રાશિ ના લોકો પણ પોતાના પાર્ટનર પ્રત્યે લાગણીશીલ હોય છે પરંતુ પૈસાને લઈને તેઓ થોડા કંજૂસ પણ હોઈ શકે છે. ઘણી વખત તેઓ પોતાના પાર્ટનર ને પણ પૈસાની બચત વિશે સમજાવતા હોય છે. અને આવા લોકો પૈસાની બચત માં તો માને જ છે પરંતુ ક્યારેક તેઓ કંજૂસ ની જેમ વર્તે છે.
એવી જ રીતના પોતાના પાર્ટનર ને ખુબ કેરીંગ સ્વભાવ થી વર્તવાવાળા વૃશ્ચિક રાશિ ના લોકો પણ પૈસાની બાબત માં ઘણી વખત સમજ ની બહાર હોય છે. આથી આવા રાશિના લોકો પોતાના પાર્ટનરની સાથે ખુબ કેરિંગ તો હોય છે પરંતુ ઘણી વખત તેઓ બિનજરૂરી ખર્ચ માં જરા પણ માનતા નથી, અને આવા લોકો ના શોખ પણ ખુબ ઊંચા હોતા નથી જેથી કે પૈસાનો વ્યય થાય. અને ઘણી વખત તેઓ પાર્ટનર ને પણ પૈસા બચાવવા વિશે સમજાવતા હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર ની આ માન્યતાઓ સાથે તમે સહમત છો કે કેમ તે કમેન્ટ કરી જણાવજો…
પૃષ્ઠોઃ Previous page