પોતાના પતિ કરતા ઉંમરમાં આટલી મોટી છે આ 5 બોલિવૂડની અભિનેત્રીઓ, જાણો

કોઈપણ ના લગ્ન ની વાત આવે ત્યારે આપણે મોટાભાગ ના લોકો છોકરા છોકરી ની ઉંમર તપાસતા હોઈએ છીએ. પરંતુ બોલિવૂડની વાતમાં લગ્નને અને ઉંમરને કોઈ લેવાદેવા નથી. એટલે કે ગમે તેટલી ઉંમરવાળા લોકો એકબીજાના પ્રેમમાં તો પડે છે પરંતુ લગ્ન પણ કરી લે છે. અને મોટાભાગના લોકો હજુ પણ એવું માનતા હોય છે કે પતિની ઉંમર પત્ની કરતા વધારે હોવી જોઈએ. અથવા બંને વચ્ચે થોડા વર્ષો નું અંતર હોવું જોઈએ.

પરંતુ બોલિવૂડમાં પ્રેમ અને લગ્ન આવું કોઈ જાતનું અંતર હોતું નથી. આજે આપણે એવા જ થોડા કપલ વિશે વાત કરવાના છીએ જે અભિનેત્રીઓ તો છે પરંતુ તેના પતિથી ઉંમરમાં ખૂબ મોટી છે. ચાલો જાણીએ આવી અભિનેત્રીઓ ની સૂચિમાં કોનું નામ સામેલ છે.

જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકા ચોપડા એ હમણાં જ લગ્ન કર્યા, તે તેના વિદેશી દુલ્હા કરતા મોટી તો છે પરંતુ તેનો તફાવત એક-બે વર્ષ નહીં પરંતુ દસ વર્ષ નો છે. જણાવી દઈએ કે નિક જોનાસ અને પ્રિયંકાના લગ્ન ગત વર્ષે ડિસેમ્બરમાં થયા હતા.

સૈફ અલી ખાનની બહેન અને બોલિવૂડમાં થોડી ફિલ્મો માં અભિનય કરી ચૂકેલી સોહા અલી ખાન નો જન્મ 1978 માં થયો છે. જ્યારે તેના પતિ એટલે કે કુણાલ ખેમુ નો જન્મ 1983 મા થયો છે. એટલે કે બંને વચ્ચે પાંચ વર્ષનો તફાવત છે.

આઈપીએલમાં જેની પંજાબની ટીમ છે અને પોતે બોલિવુડની અભિનેત્રી પણ છે તેવી પ્રીતિ ઝિન્ટા પણ 2016માં લગ્ન કર્યા હતા. પ્રીતિ નો જન્મ 1975 માં છે જ્યારે તેના પતિ નો જન્મ 1987 માં છે. એટલે કે પ્રીતિ ઝિન્ટા પણ તેના પતિ કરતા 12 વર્ષ મોટી છે.

એક સમયની મશહૂર બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ ના લગ્ન કરણ સિંહ ગ્રોવર સાથે થયા છે. જણાવી દઈએ કે બિપાશા પોતાના પતિ કરણ થી લગભગ ચાર વર્ષ મોટી છે. આ બન્નેએ લગ્ન 2016માં કર્યા હતા.

એટલું જ નહીં બોલિવૂડનું જેને ટોચનું ખાનદાન માનવામાં આવે છે તે બિગ બી ના ખાનદાનમાં પણ અભિષેક બચ્ચન અને એશ્વર્યા વચ્ચે તફાવત છે, જોકે એશ્વર્યા અભિષેકથી માત્ર ત્રણ વર્ષ મોટી છે. આ બંને એ 2007માં લગ્ન કર્યા હતા.