રૂમ હીટર નો ઉપયોગ કરતા હોય તો આ ભૂલ ન કરતા, જાણી લો

પાછલા કેટલાક વર્ષોમાં ઠંડી વધારે પડતી હોવાથી, ધીરે-ધીરે ભારતમાં પણ હીટર નું ચલણ આવવા માંડ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ હવે લોકો ઘરમાં રાખતા થઈ ગયા છે અથવા તેઓ હીટર વાપરતા થઈ ગયા છે. પરંતુ હીટર નો ઉપયોગ કરતા વખતે અમુક કાળજી રાખવી પડે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરી સમજણ રાખવી પડે છે.

વધારે પડતી ઠંડીથી બચવા માટે હવે સામાન્ય માણસ પણ હીટર વાપરવા લાગ્યો છે, ઘણા લોકો રાત્રે સુવા માટે પણ હીટર વાપરે છે. જેનાથી તેઓ ઠંડીથી તો બચી જાય છે પરંતુ એવું પણ બની શકે કે તેના સ્વાસ્થ્યમાં બીજી કોઈ બીમારીઓની સંભાવના વધી શકે. જેમ કે સૂકી ત્વચા, ખંજવાળ, Wrinkles વગેરે થવાનો ભય રહે છે. જો તમે પણ હીટર વાપરતા હોય અથવા તમારા આજુબાજુમાં કોઈ વાપરતું હોય તો આ સલાહ જાણીને તેમને આપી શકો છો

સૌપ્રથમ તો નાના બાળક નો વિચાર કરીને પણ ઘણા લોકો હીટર વસાવે છે, પરંતુ જણાવી દઈએ કે હીટર માથી નીકળવા વાળી સુકી હોય છે. જેને કારણે બાળકોની નાજુક ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે ઘણી વખત તો વધારે નજીક હીટર રાખ્યું હોય તો ત્વચા બળી જવાનો પણ ભય રહે છે. જો તમારા ઘરમાં પણ બાળક હોય તો હીટર નો ઉપયોગ નહીવત પ્રમાણમાં કરવો જોઈએ.

જ્યારે પણ સૂકી હવા હોય ત્યારે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે. અને હીટર ને કારણે આ સમસ્યા વધે છે, આથી અસ્થમાના દર્દીઓ ને સામાન્ય માણસ કરતાં પણ વધુ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય નાકમાંથી લોહી નીકળવાની પણ સંભાવના રહે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts