રૂમ હીટર નો ઉપયોગ કરતા હોય તો આ ભૂલ ન કરતા, જાણી લો

ઘણા લોકો ઠંડીથી પરેશાન થઈને હીટર ની બાજુમાં બેસી જતા હોય છે, જે તેને ક્ષણિક રાહત તો આપે છે પરંતુ ફરી પાછું બહાર જાય ત્યારે ઠંડી સહન કરવી પડે છે, આથી એના શરીરમાં જે વધુ ગતિથી તાપમાન નો બદલાવ આવે છે એનાથી ઘણી બીમારીઓ થવાનો ભય રહે છે.

આ સિવાય ઇલેક્ટ્રોનિક રૂમની સામે વધુ સમય સુધી બેસવું પણ ખરાબ છે, કારણકે ન માત્ર સૂકી હવા પરંતુ આંખમાં પણ નુકસાન થઈ શકે છે. જેનાથી સુકી આંખ થવાની સંભાવના રહે છે. અને તેમાં ખંજવાળ પણ આવી શકે છે. આથી હીટર એવી જગ્યા પર રાખવું જોઈએ જ્યાં પાણી ભરેલું હોય, અથવા ઘરના અમુક જગ્યા પર પાણી ભરેલું રાખો જેથી હવામા ભેજ બન્યો રહે.

હીટર લગાવવાને કારણે હવામાં રહેલો ભેજ ખતમ થઇ જાય છે. જેની અસર આપણી ત્વચા પર પડે છે. અને આપણી ત્વચા સૂકી પડી જાય છે. તેમજ ત્વચામાં રેસ પડવા લાગે છે. જેથી ત્વચામાં ભેજ બનાવી રાખવા માટે સારા એવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકાય. અને દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવું જોઈએ.

ગળું સુકુ ન પડે માટે સમયાંતરે ગરમ પદાર્થો જેવા કે ચા છે અથવા કોફી છે તેવા નું સેવન કરતું રહેવું જોઈએ. આનાથી ગળામાં ભેજ બરકરાર રહે છે. આ સિવાય room heater બને એટલો ઓછો પ્રયોગ કરવો જોઇએ. અને બને ત્યાં સુધી રૂમ હીટર ન વાપરીયે એ આપણા સ્વાસ્થ્ય માટે અનેક ગણું સારું છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts