રણવીર સિંહે શરૂ કરી ક્રિકેટ ની પ્રેક્ટિસ, કપિલ દેવ બનવાની તૈયારી!

આ ફિલ્મનું નામ 83 છે. અને આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈ જશે. આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે ખુદ કપિલદેવ રણવીર સિંહ ને ક્રિકેટ રમતા શીખવશે. એટલું જ નહીં આ ફિલ્મ માટે ભરપૂર તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે.

અને આ ફિલ્મમાં કપિલ દેવના ઘણા શોટ નું પણ રણવીર અનુકરણ કરશે. જો તમે દીપવીર ના ચાહક હોય તો તમારી માટે પણ ખુશ ખબરી છે. દીપીકા પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. આ ફિલ્મને કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે ખબરો એવી આવી રહી છે કે દીપિકા પણ આ ફિલ્મનો એક ભાગ બનશે. પરંતુ દુઃખદ વાત એ છે કે આ ફિલ્મ તમારે જોવા માટે એક વર્ષથી પણ વધારે રાહ જોવી પડશે. એટલે કે આ ફિલ્મ 2020 માં રિલીઝ થવાની છે.

પાછલા કેટલાક વર્ષોમાં રણવીરસિંહે ઘણી સફળ ફિલ્મો આપી છે, હવે જોવાનું એ રહ્યું કે તેની આ ફિલ્મ કેટલી સફળ નીવડે છે. અને આમ પણ તે કોઈ પણ રોલ કરે તેમાં જીગર જાન નાખીને ઉતરી જાય છે જેમ કે તેના બાજીરાવ ના રોલ ને લોકો આજ સુધી ભૂલ્યા નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!