1300 રૂપિયા માં 3 વિદ્યાર્થીઓએ ખરીધ્યો સોફા, પછી થયું એવું કે એક પળમાં જ ચમકી ગઈ કિસ્મત
આપણા માંથી મોટા ભાગના લોકો જૂની વસ્તુઓને વેચીને નવી વસ્તુઓ ખરીદે છે, એટલું જ નહીં ક્યારેક ક્યારેક જૂની વસ્તુઓ માં ચેક કર્યા વગર વેચી નાખવાથી ઘણી વખત નુકસાન પણ થાય છે. એટલે કે અમુક વસ્તુ કીમતી હોવા છતાં આપણે તેને ભંગારમાં આપી દેતા હોઈએ છીએ. પરંતુ આપણને તેનો અહેસાસ થોડા સમય પછી થાય છે.
હાલમાં જ આવી એક ઘટના બની ભારતમાં તો નહીં પરંતુ વિદેશમાં ત્રણ વિદ્યાર્થીઓ ભણવા ગયા હતા, ત્યાં તેઓએ 1300 રૂપિયા માં અંદાજે એક સોફા ખરીદ્યો હતો. પરંતુ સોફા ખરીદ્યા પછી તેને ઘરે લાવીને ચેક કર્યો તો આ મામૂલી કિંમત નો સોફા લાખો રૂપિયાનો થઈ ગયો.
હકીકતમાં વાત જાણે એમ છે કે ત્રણ વિદ્યાર્થીઓ કે જે કોલેજમાં સાથે ભણતા હતા તેને એક ઘર ભાડે લીધું હતું. અને એ ઘરમાં તેઓએ સામાન તરીકે જૂની વસ્તુઓ વસાવવાની શરુ કરી દીધી, એ દરમિયાન તેઓ એક સોફા ખરીદવા પણ ગયા હતા, ત્યાંથી તેને 1300 રૂપિયા મા તે સોફા મળી ગયો. પરંતુ એ વિદ્યાર્થીઓને ખબર ન હતી કે આ મામૂલી કિંમતવાળો સોફા તેઓને લાખો પતિ બનાવી દેશે.
અને થયું પણ એવું જ, અચાનક તેઓનું નસીબ બદલાઈ જાય તેવો કિસ્સો બન્યો. તેઓ જ્યારે સોફા પર બેઠા ત્યારે તેને કઈ ખૂંચતું હોય તેવું લાગ્યું. ત્યાર પછી જે જગ્યાએથી ખૂટતું હતું ત્યાથી sofa cushion હટાવીને જોયું તો તેઓને એક કવર મળ્યું જેમાં પૈસા રાખેલા હતા. જણાવી દઈએ કે એ કવર માં અહીં ની કિંમત પ્રમાણે 70 હજાર રૂપિયા પડ્યા હતા.