આ પાંચ કાર્યો કરવાથી પડી શકે છે શનિ નો ખરાબ પ્રકોપ
જ્યોતિષ શાસ્ત્ર માં શનિ દેવ ને ન્યાય ના દેવતા કહેવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિ ને સારા અને ખરાબ કાર્ય નું ફળ હંમેશા આપે છે. એટલે કે કર્મો પ્રમાણે શનિ નું ફળ મળે છે. આથી જો સારા કર્મો કરેલા હોય અને શનિ ની દશા સારે હોય તો અવશ્ય સારું ફળ મળે છે. એવું પણ કહેવાય છે કે શનિદેવ ની નજરો થી કોઈ બચી શકતું નથી. જ્યોતિષ શાસ્ત્ર માં પણ શનિ નું મહત્વ ખાસ છે.
જ્યોતિષવિદ અનુસાર જે લોકોની કુંડળી માં શનિ ગ્રહ ની ખરાબ અસર હોય તે પોતાના જીવનમાં ઘણા પ્રકારની મુસીબતો નો સામનો કરવો પડે છે. પરંતુ શનિ નો ગ્રહ કમજોર ક્યારે પડે છે? તેના માટે પણ કહેવાયું છે કે અમુક પ્રકારના કામ કરવાથી આપણી ઉપર શનિ ની ખરાબ અસર પડી શકે છે. આથી આવા કામો ન કરવા જોઈએ, ચાલો જાણીએ ક્યાં છે એ કામો…
ઘણા લોકો હાથે કરીને મહેનત કરવાવાળા લોકો ને હેરાન પરેશાન કરે છે. જણાવી દઈએ કે આનાથી પણ તે વ્યક્તિ પર ખરાબ અસર પડી શકે છે અને નુકશાન ભોગવવાનો વારો આવે છે.
માનવામાં આવે છે કે જો વડીલો સાથે અવારનવાર ઝઘડો કરવામાં આવે તો તેનો ખરાબ અસર માણસ પર પડે છે. કહેવાય છે કે વડીલો સાથે અને ખાસ કરિને પિતાથી મોટા ભાઈ તેમજ નાના ભાઈ સાથે ઝઘડો કરવાથી તે વ્યક્તિને સમાજમાં માન સમ્માન મળતું બંધ થઈ જાય છે.