લગ્નમાં ગીતો ગાતો સલમાન, બન્યો ઈન્ડિયન આઇડલ 10 નો વિજેતા, રડી પડ્યો પરિવાર

કહેવાય છે કે વહેલા મોડી સફળતા મળે છે, અને જો તમારામાં આવડત હોય તો તમને સફળતા અચૂક મળે છે. આવી જ એક ઘટના બની છે જેમાં તમને પણ આશ્ચર્ય થશે કે આ સાચું છે. 2010 11 માં એક શો આવ્યો હતો જેનું નામ હતું સારેગામાપા લીટલ ચેમ્પ્સ એ શોમાં રનર-અપ તરીકે જેનો વિજય થયો હતો તે હરિયાણાના મેવાતનો રહેવા વાળો સલમાન આજે એનાથી પણ મોટું ખિતાબ રનર અપ તરીકે નહીં પરંતુ વિજેતા તરીકે જીત્યો છે.

સલમાન પહેલેથી જ આ રિયાલિટી શોમાં સૌનો લોકપ્રિય કન્ટેસ્ટન્ટ હતો. અને તેને પર્ફોમન્સ પણ આપ્યા હતા, ત્યાર પછી શોમાં થયેલી લાઇવ વોટીંગ અનુસાર સલમાનને વિજેતા જાહેર કર્યો હતો. એ જ જગ્યાએ બીજા નંબર ઉપર હિમાચલ પ્રદેશ નો અંકુર ભારદ્વાજ અને ત્રીજા નંબર નીલાંજના રહી. આવી ભવ્ય જીત પછી સલમાનને trophy તો મળી પણ સાથે-સાથે 25 લાખ રૂપિયા અને એક ગાડી પણ આપવામાં આવી.

જણાવી દઈએ કે આ રિયાલિટી શોના ફિનાલેમાં ફિલ્મ ઝીરો ની ટીમ પણ નજરે આવી હતી. જેમાં શાહરૂખ ખાન અનુષ્કા અને કેટરિના એ લોકોનું મનોરંજન કર્યું હતું। આ સિવાય સંગીત હસ્તીઓમાં પણ ઘણા જાણીતા ચહેરાઓ ત્યાં મોજૂદ રહ્યા હતા.

જણાવી દઈએ કે જુલાઈ થી ચાલુ થયેલા આ શોમાં ફાઇનલ રાઉન્ડમાં સલમાન, નીલાંજના, નિતીન કુમાર, વિભોર અને અંકુશ ભારદ્વાજ આવ્યા હતા.

આ શો ને નેહા કક્કડ, Anu malik, અને વિશાલ દદલાની એ જજ કર્યો હતો પરંતુ મીટુ અભિયાનને કારણે તેના પર લાગેલા આરોપને લીધે અનુ મલિકે આ શો વચમાં છોડવો પડ્યો હતો, અને તેની જગ્યા પર જાવેદ અલી રહ્યા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!