પૌત્રી સારા ની આ વાતથી ચોંકી ગયા શર્મિલા ટાગોર, પહેલી ફિલ્મ જોઈને જણાવી આ મોટી વાત

કહેવાય છે કે આપણે જેને ખૂબ ચાહતા હોય તેનાથી જ નારાજ થતાં હોઈએ છીએ. એવી જ રીતના 2004 પછી અમૃતા રાવ એટલે કે સૈફ અલી ખાનની પહેલી પત્ની અને સારા અલી ખાનની માતા તેમજ શર્મિલા ટાગોર વચ્ચે ક્યારેય વાતચીત થઈ નથી. પરંતુ સારા અલી ખાને પોતાની ફિલ્મ થી આ સંબંધમાં એક વળાંક લાવી દીધો છે. વાત જાણે એમ છે કે કેદારનાથ ફિલ્મ માં સારા ના રોલ ઘણી પ્રસંશા કરવામાં આવી હતી. પરંતુ સારા ની દાદી એટલે કે શર્મિલા ટાગોર સારા ની એક વાત ને લઈને ચોંકી ગઈ હતી ચાલો જાણીએ શું હતી એ વાત…

સારા અલી ખાન ફિલ્મ કેદારનાથથી પોતાનું બોલિવૂડમાં સ્થાન મેળવ્યું છે અને અત્યાર સુધી આ ફિલ્મ સારું પરફોર્મન્સ પણ કરી ચૂકી છે. હાલમાં જ તેની બીજી ફિલ્મ એટલે કે સિમ્બા આવી રહી છે. ફિલ્મના રિલીઝ પછી શર્મિલાએ પણ આ ફિલ્મ જોઈને સારાના કોન્ફિડન્સ ના વખાણ કર્યા હતા. એટલું જ નહીં પરંતુ તેને સૈફની ભૂતપૂર્વ પત્ની એટલે કે અમૃતાને પણ મેસેજ કર્યો હતો.

આ વાત અમે નથી કરી રહ્યા પરંતુ હાલમાં જ સારા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મારી દાદી એ કેદારનાથ જોઈને મા ને મેસેજ કર્યો હતો. આ સિવાય તેના બધા ઓળખીતાઓ નો પણ મેસેજ અને ફોન આવી રહ્યા છે અને દરેક લોકો મારા કામથી ખુશ છે. મારી માતા પણ ગર્વ મહેસુસ કરી રહી છે. પરંતુ સૌથી ખાસ બાબત એ છે કે દાદી મારી મમ્મી ને મેસેજ કર્યો, મારા કારણે મારો પરિવાર ભલે માત્ર 30 સેકન્ડ માટે પરંતુ પરિવાર એક થયો. આ મારા માટે ફિલ્મની સફળતાથી પણ મોટી વાત છે.

જણાવી દઈએ કે કેદારનાથ જે દિવસે રિલીઝ થવાની હતી એ દિવસે એટલે કે ૭ ડિસેમ્બરે શર્મિલા ટાગોર નો જન્મદિવસ પણ આવે છે. ત્યાર પછી ફિલ્મ જોઈને શર્મિલા ટાગોરે અમૃતાને મેસેજ કર્યો હતો કે તે સારા ની એક્ટિંગ થી ઈમ્પ્રેસ છે, તેની અંદર ઘણો કોન્ફિડન્સ છે તેમજ સારા ખૂબ જ ચાર્મિંગ છે જે તેને સારું લાગ્યું હતું. આ સિવાય શર્મિલાએ કોફી વિથ કરણમાં પણ સારા જે રીતે પોતાની પિતાની સાથે ઊભી હતી તે જોઈને ગર્વ મહેસુસ થયું હતું, જણાવ્યું હતું કે સારા ને અમૃતાએ સારા સંસ્કાર આપ્યા છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts