હવે વોટ્સએપ ના સ્ટીકરમાં આવવાનું છે આ કમાલ નવું ફીચર, જાણો
વોટ્સએપ એ નવું અપડેટ બહાર પાડ્યું છે તે લગભગ બધાને ખબર હશે. એમાં ખાસ કરીને નવા અપડેટમાં વોટ્સએપ ના સ્ટીકર આવ્યા છે જે તમે મેસેજ તરીકે મોકલી શકો છો, આ જ વોટ્સએપ ના સ્ટીકર ના અપડેટ માં હવે બીજું એક update આવવાનું છે, એટલે કે નવો એક ફીચર શામેલ કરવાનો છે. ચાલો જાણીએ કે એ કયો ફિચર છે.
જો કે હજુ સુધી આ ફીચર દરેક લોકો માટે કામ કરી શકશે નહીં, પરંતુ આ ફીચર હાલ ટેસ્ટીંગ પુરતો જ છે. એટલે કે જે લોકો WhatsApp નું બીટા ટેસ્ટિંગ નું વર્ઝન વાપરતા હોય તેઓને આ અપડેટ જોવા મળશે. અને જે લોકો વોટ્સએપનું બીટા ટેસ્ટિંગ નું વર્ઝન ન વાપરતા હોય તેઓને આ અપડેટ તેઓના ફોનમાં પહોંચતા સમય લાગશે.
હકીકત માં આ ફીચર આવી ગયા પછી તમે કોઈપણ સ્ટીકર મોકલો ત્યારે તેને સર્ચ કરી શકશો, એટલે કે તમે હવે સ્ટીકર પણ સર્ચ કરીને મુકી શકશો. બીજી રીતે કહીએ તો ધારો કે તમારે જન્મદિવસ ના સ્ટીકર મોકલવા હોય તો, તમે બર્થ ડે સર્ચ કરીને તે સ્ટીકર મેળવી શકો છો જેથી તમારે વધુ સ્ટીકર શોધવાની જરૂર રહેતી નથી.