મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ
આ મહિનાના સોમવારે, એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રી ઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
આને મહાશિવરાત્રી એટલે કહેવામાં આવે છે કે માનવામાં આવે છે કે ફાગણ મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે આવનારી શિવરાત્રી ને સૌથી મોટી શિવરાત્રી મનાય છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી દરમિયાન શિવરાત્રી હોય છે, પરંતુ મોટાભાગે મહાશિવરાત્રીના દિવસે શિવભક્તોની ભીડ વધુ જોવા મળે છે. ઘણા લોકો વ્રત પણ રાખે છે. અને આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા પણ કરવામાં આવે છે.
ચાલો જાણીએ શું કામ મનાવવામાં આવે છે મહાશિવરાત્રી અને આ મહિનાની શિવરાત્રી ને શું કામ ખાસ માનવામાં આવે છે?
હિંદુ ધર્મના પુરાણોમાં મહાશિવરાત્રી સાથે જોડાયેલી એક નહિ પરંતુ ઘણી બધી કથાઓ છે. પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ શિવલિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આજ દિવસે પહેલી વખત શિવલિંગની પૂજા કરવામાં આવી હતી. આ પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી એ કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે. અને બ્રહ્માજીએ જ મહાશિવરાત્રીના દિવસે શિવજી ના રુદ્ર સ્વરૂપ ને પ્રગટ કર્યું હતું એવું પણ માનવામાં આવે છે.