પાર્ટનર પ્રત્યે પ્રેમ જતાવવા માટે અને તેઓ ને ખુશ રાખવા માટેનો જો કોઈને વ્યવસ્થિત રીતે આવડતું હોય તો તે છે કર્ક રાશિના લોકો. આવા રાશિના પુરુષો પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરતા હોય છે, જેના કારણે જ તેઓ પત્ની થી થોડો સમય પણ દૂર રહી શકતા નથી. આવા લોકો તેની પત્નીની દરેક ભાવનાઓને સારી રીતે સમજી શકે છે, અને સમજ્યા બાદ તેના પત્નીની તેઓ કદર પણ કરતા હોય છે.
અને આથી જ પત્ની આવા પતિઓ થી હંમેશા ખુશ રહેતી હોય છે.