આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ…
ભારત દેશમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. અને આ મંદિરોમાં લાખો ભક્તો દર્શન માટે મુલાકાત લેતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો ભક્તો આ મંદિરોની મુલાકાત લેતા હોય છે. મહાદેવના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગે છે.
પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું એવું ચમત્કારિક મંદિર પણ છે જે આખા વર્ષમાં મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભોલેનાથનું આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.
આ સોમેશ્વર નું પ્રાચીન મહાદેવનું મંદિર ની એક ખાસ બાબત એ છે કે તેના દરવાજા વર્ષમાં માત્ર એક જ દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે જ ખોલવામાં આવતા હોય છે. મંદિરના દ્વાર સવારે છ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી માત્ર 12 કલાક માટે ખોલવામાં આવે છે. અને જણાવી દઈએ કે પુરાતત્વ વિભાગ તેમજ વહીવટી વિભાગ ની હાજરીમાં જ મંદિર ખોલવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી મંદિરને બંધ કરવામાં આવે છે.