રાત્રે બેડરૂમમાં પાર્ટનર સાથે ભૂલથી પણ ના કરતા આવી વાતો

લગ્ન પછી પતિ અને પત્ની માટે સૌથી વધુ મહત્વનું હોય છે એકબીજા સાથે કેટલો સમય વિતાવે છે કે નહીં તે. કારણકે જો એરેન્જ મેરેજ હોય તો પતિ-પત્ની એકબીજાને લગ્ન પછી જ સૌથી વધુ જાણતા થાય છે. અને આજકાલની બધાની વ્યસ્ત જિંદગીમાં લગ્ન માટે અમુક રજાઓ લીધી હોય છે ત્યાર પછી બધા પોતાની જીંદગીમાં વ્યસ્ત થઈ જતા હોવાથી પતિ પત્ની ને રાત્રિના જ એકબીજા સાથે વાત કરવાનો સમય મળે છે.

ઘણી વખત સારો સંબંધ પણ અમુક વાતો ને લીધે ખાટો થઈ જતો હોય છે. આથી અમુક વાતો એવી છે જે ક્યારે રાત્રિના સમયે કરવી જોઈએ નહીં કારણ કે આનાથી તમારી હળવાશની પળો ખરાબ થઈ શકે છે.

આજકાલ દરેક લોકો મોબાઇલ ને એટલું બધું મહત્વ આપવા લાગ્યા છે કે તેઓ સંબંધની મહત્વતા ભૂલી ચૂક્યા છે. આથી કાળજી રાખવી કે જ્યારે પતિ-પત્ની રાત્રે સાથે હોય ત્યારે એકબીજા સાથે વાતો કરવામાં સમય વિતાવવો પરંતુ જો મોબાઇલ લઈને બેસી જાઓ તો સંબંધમાં તિરાડ પડી શકે છે.

દરેક લોકો કંઈક ને કંઈક ભૂલ કરતા હોય છે. માટે જ કદાચ કહેવત પડી હશે કે માણસ માત્ર ભૂલને પાત્ર. આથી જો સંબંધને જાળવવો હોય અને તેને વધુ ગાઢ બનાવવો હોય તો એક બીજા ની ભૂલ ને સ્વીકારી ને મુવ ઓન કરવું જરૂરી છે. જો દરેક વખતે તમે એકબીજાની ભૂલો પર પ્રકાશ પાડતા રહો તો વાત વધુ બગડતી જાય છે, જે સંબંધને અસર કરે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts