બુધનું થઈ રહ્યું છે રાશિ પરિવર્તન, 2 મહિનામાં આ રાશિઓનું બદલશે ભાગ્ય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિચક્રમાં મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ ૨૭ ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરીને તુલાથી વૃશ્ચિકમાં જઈ રહ્યા છે. અને વૃશ્ચિક રાશિમાં પહેલાથી જ ગુરુ મોજુદ છે. બુધ ગ્રહ વ્યક્તિમાં બુદ્ધિ, વિવેક, હાસ્ય વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે. આ એક શુભ ગ્રહ છે પરંતુ અમુક સ્થિતિઓમાં આ ગ્રહ પણ અશુભ બની શકે છે.

આ રાશિ પરિવર્તન દરેક રાશિ ઉપર કેવી અસર પડશે તે જાણીએ…

જે લોકોની રાશિ વૃષભ છે તેવા લોકો માટે આ સમય શુભ સાબિત થશે કારણકે બુધ પોતાના મિત્રની વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જો આ રાશિના જાતક પોતાના મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતા હોય તો આ સમય તેમના માટે શુભ છે. આવા લોકોને આર્થિક ક્ષેત્રે ઉન્નતિ થવાનો યોગ પણ છે.

મિથુન રાશિમાં બુધ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. ફળ સ્વરૂપે આવા લોકો માટે પરિશ્રમ જેટલો ઉચિત લાભ ન મળવાની બની રહેશે, આર્થિક સ્થિતિ એક સમાન નહીં રહે. આવા લોકોનું ધ્યાન રોગ વગેરે થઈ શકે. આવામાં આવા લોકો માટે સાવચેતી પૂર્વક વાહન ચલાવવાની જરૂર છે. આવા લોકો બુધ કવચનો પાઠ કરે અથવા બુટની વસ્તુઓનું દાન કરે તો તેના માટે ફળદાયી રહેશે.

બુધ કર્ક રાશિમાં પંચમ ભાવમાં પ્રવેશ કરશે. લાભ સ્થાન પર દ્રષ્ટિ હોવાને કારણે આવા લોકોને વ્યાપાર તેમજ મિત્રો તરફથી ખૂબ લાભ પ્રાપ્ત થશે. સંતાનની કાળજી માટે થોડું આર્થિક વ્યય કરવો પડી શકે છે. ગણેશ ભગવાનની નિત્ય ઉપાસના કરવી જેથી લાભ બની રહે.

સિંહ રાશિમાં આ રાશિ પરિવર્તનને કારણે અશુભ ફળ મળી શકે છે. પરંતુ બુધ સૂર્ય ના નૈસર્ગિક મિત્ર હોવાને કારણે એટલું બધું અશુભ ફળ નહીં મળે જેટલું ધાર્યું હોય. અને આવા લોકોને નોકરી-ધંધામાં લાભ મળી શકે છે. સાથે બુધ્ધ પંચવિંશતિ નામાવલીનો પાઠ કરવાથી લાભ થશે.

કન્યા રાશિમાં બુધ પ્રવેશ કરશે તે ના પરિણામ રૂપે ઘણા લાભ થશે. આવા લોકોને ભાઈ બહેન તરફથી ઘણો સહયોગ મળશે. તેમજ મિત્રો અને પરિવાર તરફથી લાભ મળશે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી લાભમાં વૃદ્ધિ થઇ શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts