જુઓ વિડિયો: સ્ટેડિયમ પહોંચતાની સાથે ક્રિસ ગેલ એ કર્યા ભાંગડા, વિડીયો જોઈને મજા આવી જશે

આજે પંજાબ અને હૈદરાબાદ ની વચ્ચે ipl 2019 ની સિઝનનો 22 મેચ રમાઈ રહ્યો છે. આ મેચનું પરિણામ જે આવે તે, પરંતુ હાલ તમે પંજાબના ખેલાડી ક્રિસ ગેલના દિલથી ચાહક બની જશો એવો વીડિયો સામે આવ્યો છે.

વાત જાણે એમ છે કે chris gayle કે જેઓ ની ઓળખાણ આપવાની જરૂર નથી, તેઓ નો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ઢોલ નગારા સામે ભાંગડા કરતા નજરે આવી રહ્યા છે.

જ્યારે ક્રિસ ગેલ બસમાંથી ઊતરી રહ્યા હતા ત્યારે તેના પ્રશંસકોએ ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું અને લોકોના આશ્ચર્યની વચ્ચે ક્રિકેટર એ પણ આ લોકો સાથે ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. અને આ ડાન્સ નો વિડીયો કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના ઓફિસિયલ સોશિયલ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

આ વિડીયો માં જોઈ શકાય છે કે એવા ગેલ બસની નીચે ઉતરે છે કે તેઓ તરત ડાન્સ કરવા લાગે છે. અને આમ પણ આઈપીએલના અમુક ખેલાડીઓની વાત કરીએ તો તે લોકો ડાન્સ નો મોકો ક્યારે પણ ચૂકતા નથી.