દયાબેન ના રોલમાં હવે આ અભિનેત્રી જોવા મળશે? શો મેકર્સે કર્યુ આ અભિનેત્રીને દયાબેન ના રોલ માટે કર્યુ એપ્રોચ

ખુબ જ લોકપ્રિય ટીવી શૉ ની સુચી બનાવીએ તો તેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને શામેલ કરવું જ પડે કારણ કે આ શો પાછલા ઘણા વર્ષો થી ભારત ભરમાં લોકપ્રિય રહ્યો છે. પરંતુ જણાવી દઈએ કે આ શો માં પાછલા ઘણા સમય થી મુખ્ય પાત્ર ગણાતા દયાબેન એટલે કે દિશા વકાણી રોલ નથી કરી રહ્યા, તે સપ્ટેમબર 2017 થી શો માં દેખાયા નથી. મિડીયા માં પબ્લીશ થયેલ રીપોર્ટ અનુસાર તો આ રોલ માં નવી અભિનેત્રી ને એપ્રોચ કરાઈ છે.

આ અભિનેત્રી બીજુ કોઈ નહિં પરંતુ પાપડ પોલ ફેમ અમી ત્રિવેદી જ છે. પરંતુ જ્યારે તેનો મિડીયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેને આ વાત ખોટી જણાવી, પરંતુ TOI એ પોતાની રિપોર્ટ માં નજીકના સુત્રો દ્વારા લખ્યુ છે કે મેકર્સે દિશા વાકાણી ની જગ્યા પર અમી ત્રિવેદી ને લેવાનું વિચારી રહ્યા છે.

આના ઉપર અમીએ કહ્યુ હતુ કે, “ના, મને આ રોલ માટે એપ્રોચ કરવામાં નથી આવી, પરંતુ મારા મિત્રો નું માનવુ છે કે આ રોલ મારે કરવો જોઈએ, દયાબેન નું કેરેક્ટર મારા પર સુટ થશે. હજુ રોલ મને ઓફર થયો નથી, કે ના તો મને મેકર્સ એ મને સંપર્ક કરવાની કોશિષ કરી છે.”

Source: Facebook

આ સિવાય જ્યારે અભિનેત્રી ને પુછવામાં આવ્યુ કે મેકર્સ દ્વારા સંપર્ક કરવામાં આવે તો તે દયાબેન નો રોલ કરશે? તેના જવાબમાં અભિનેત્રી એ કહ્યુ હતુ કે મને વિશ્વાસ છે કે જે પણ કોઈ અભિનેત્રી દિશા ની જગ્યા લેશે તેને શરુઆત માં ઘણી આલોચનાઓ ને સહન કરવી પડશે. કારણ કે દિશા આશરે ૧૦ વર્ષ થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી હતી. લોકો તેના પાત્ર ને પ્રેમ કરે છે. જ્યાં સુધી મને શો માટે એપ્રોચ ન કરવામાં આવે ત્યાં સુધી હું આના વિશે કહી શકુ નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા દિવસો માં પ્રોડ્યુસર આસિત મોદિ એ પુષ્ટી કરી હતી કે તેઓ નવી દયાબેન ની શૉધ કરી રહ્યા છે. તેને જણાવ્યુ હતુ કે, “મારે દયાબેન ની તલાશ શરુ કરવી પડશે, કોઈ પણ શો થી મોટુ નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નવા ચહેરાઓ સાથે આગળ વધશે કારણ કે દયાબેન સિવાય શો ની ફેમીલી અધુરી છે. અમે દિશા ને રજાઓ આપી, પરંતુ અમે હંમેશા માટે રાહ જોઈ શકીએ નહી.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team