દિવાળી પર ભૂલથી પણ ન કરતા આ ભૂલ, જાણો
દિવાળીનો પર્વ ચાલુ છે અને દિવાળી નજીક છે. ત્યારે આખા દેશમાં સાત તારીખે દિવાળી મનાવવામાં આવશે. આ દિવસે સુખ-સમૃદ્ધિ, હેલ્થ, વેલ્થ તેમજ વૈભવ પામવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસોનું શાસ્ત્રોમાં પણ એટલું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવી જ રીતે દિવાળી પર અમુક એવા પણ હોય છે જે ક્યારેય ન કરવા જોઈએ, એવી માન્યતાઓ છે કે આ કામ કરીએ તો આખું વર્ષ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
દિવાળીના દિવસોમાં ક્યારેય સાંજના સૂવું ન જોઈએ, કારણ કે આનાથી ઘરમાં દરિદ્રતા આવવાની શક્યતા રહે છે. એનું કારણ એ છે કે સાંજના સમયે લક્ષ્મીદેવી કરાવે છે અને જો કોઈ સદસ્ય સૂતું હોય તો તે જતા રહે છે.
તહેવારના દિવસોમાં ઘરના મોટા વડીલોનું સન્માન કરવાનું ચૂકવું જોઇએ. ભૂલથી પણ તેઓ માટે અપશબ્દોનો પ્રયોગ કરવો જોઇએ નહીં, આવું કરવાથી માતા લક્ષ્મી ની કૃપા મળતી નથી. દિવાળી જ નહિ પરંતુ ક્યારેય પણ પોતાના ઘરના વડીલોનું અપમાન કરવું જોઈએ નહીં. આ એક સારી ટેવ બિલકુલ નથી.
ઘણા ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ આખા ભારતમાં ઘણી જગ્યાએ રહે છે, આમાંથી ઘણાં ગુજરાતીઓને તહેવારો ઉપર નશો કરવાની પણ એક ટેવ હોય છે. પરંતુ એવું ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે એના હિસાબે ઘરમાં દરિદ્રતા આવી શકે છે.