ઘરના મંદિરમાં ભૂલથી પણ નહીં રાખતા આ 4 દેવતાઓની મૂર્તિઓ

ભૈરવદેવ ની પૂજા અવશ્ય કરવી જોઈએ પરંતુ એ ની મૂર્તિ ઘરમાં મંદિરમાં ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો આવું કરવામાં આવે તો ઘરમાં નો ઘટવાની ઘટનાઓ શરૂ થઈ જાય છે અને એવું પણ માનવામાં આવે છે કે આસુરી શક્તિઓ પણ જાગૃત થવાથી ઘર બરબાદ થઈ જાય છે.

જણાવી દઈએ કે રાહુ અને કેતુને પાપી ગ્રહ માનવામાં આવે છે જો આની પૂજા ઘરમાં કરવામાં આવે તો આપણા ઘરમાં અશાંતિ અને નિમંત્રણ આપી રહ્યા હોય એવું માનવામાં આવે છે આનાથી ઘરમાં રાક્ષસી ગુણો નો વાસ થવા લાગે છે. દરેક કાર્ય સંપૂર્ણ થતાં પહેલાં જ બગડી જાય છે અને આની પૂજા કરવાથી કષ્ટ જરૃર થાય છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ પૂજા ઘરમાં કરવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે.

આપણા દરેક ના ઘર ના મંદિરમાં લગભગ માતાજીની મૂર્તિ હોય છે પરંતુ જણાવી દઈએ કે માતાજીની મૂર્તિ માં માતાજી જે સિંહ પર સવાર હોય તે સિંહ નું મોઢું જો ક્રોધિત હોય અથવા ક્રોધના કારણે ખુલ્લું હોય તો આવી મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ નહીં કારણકે આ માતાજી તેમજ સિંહ નું રોદ્ર સ્વરૂપ હોય છે જેમાં માતાજી રાક્ષસનો વધ કરે છે. આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની સ્થિતિ બગડી જાય છે તેમ જ અશાંતિ અને સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે એવું માનવામાં આવે છે. એટલા માટે માતાજીની આવા રૂપ ધરાવતી મૂર્તિને ઘરમાં મંદિર માં રાખવી જોઈએ નહીં.

આ સિવાય જો કોઈ પણ ભગવાનની મૂર્તિ ખંડિત થઈ ચૂકી હોય તો ખંડિત મૂર્તિ ને ઘરમાં મંદિર માં રાખવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો કોઈ મૂર્તિ ખંડિત થઈ જાય તો વહેતા પાણીમાં અથવા પછી કોઈ વૃક્ષની નીચે તેને રાખી દેવી જોઈએ અને ઘરના મંદિરને હંમેશાં સ્વચ્છ રાખવું જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts