જન્મના મહીનાથી જાણો કેવો હશે પાર્ટનરનો સ્વભાવ, મળશે ખૂબ પ્રેમ કે સહન કરવો પડશે ગુસ્સો?

જો તમે પણ કોઈને પ્રેમ કરો છો પરંતુ તેનો સ્વભાવ સમજી શકતા નથી, આજે અમે કેટલીક એવી વાતો કરવાના છીએ જેનાથી તમારા પાર્ટનરના જન્મના મહીનાથી તમે તેનો સ્વભાવ જાણી શકશો.

જાન્યુઆરી

જાન્યુઆરીમાં જન્મેલા લોકો પ્રેમના મામલામાં જિદ્દી હોય છે. આવા વ્યક્તિઓ તેમના પ્રેમને અને સંબંધોને સારા બનાવવા માટે કંઈકને કંઈક નવું કરતા રહે છે. જો કદાચ તેના પાર્ટનરને આ ન પસંદ હોય તોપણ તેઓ તેના જિદ્દી સ્વભાવને કારણે નવા-નવા પ્રયાસો કરતા રહે છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો પ્રેમ સંબંધને લઇને ઘણા ઉત્સુક હોય છે. જ્યારે તેઓ પોતાના પ્રેમી સાથે હોય છે, ત્યારે જાણે તેઓ સાતમા આસમાન પર પહોંચી જાય છે. પરંતુ આવા લોકોની એક ખરાબ બાબત પણ હોય છે કે જ્યારે પણ આ લોકો ઉદાસ હોય છે ત્યારે તેઓ માત્ર એકલા રહેવાનું જ પસંદ કરે છે. આવા સમયે એના પ્રેમી નો સાથ પણ એને ગમતો નથી.

માર્ચ

માર્ચમાં જન્મેલા લોકો પ્રેમના મામલામાં ઉદાર અને વિશ્વાસુ હોય છે. જો તમે કોઈની સાથે પ્રેમ થઇ જાય તો તેઓ તેની માટે કંઈપણ કરવા માટે તૈયાર થઇ જાય છે. આવા લોકો તેમના પાર્ટનરને પોતાનું આખુ જીવન સમર્પિત કરીને તેના પાર્ટનરની દરેક ઈચ્છા પુરી કરે છે.

એપ્રિલ

એપ્રિલમાં જન્મેલા લોકો ખૂબ જ ઉર્જાવાન હોય છે. માત્ર પ્રેમમાં જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં તેની ઊર્જા દેખાવા મળે છે. પ્રેમ મામલામાં આવા લોકો આખી દુનિયા બોલીને પોતાનો પ્રેમી સાથે દરેક પળ નો આનંદ લેવા ઇચ્છે છે. આવા લોકોનો પરિણીત જીવન પણ સુખી હોય છે.

મે

મે માં જન્મેલા લોકોનો સ્વભાવ એવો હોય છે કે તેઓ પોતાના દરેક કામને છુપાવીને કરવામાં માનતા નથી. સૌના આકર્ષણનું કેન્દ્ર બનવું આવા લોકોને ખૂબ જ પસંદ હોય છે. આવા લોકો તેમના પ્રેમી પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હોય છે. અને પ્રેમ એના માટે એક અહેસાસ છે જે જીવનમાં હોવો જ જોઈએ.

જૂન

જૂનમાં જન્મેલા લોકો ની ખરાબ આદત હોય છે કે તેઓ શોર્ટ ટેમ્પર્ડ હોય છે. એમાં કોઈ શક નથી કે તેઓ પોતાના પાર્ટનરને ખૂબ જ ચાહે છે પરંતુ તેઓનો ગુસ્સાવાળો સ્વભાવ એના પાર્ટનરનું દીલ દુઃખ આવે છે. ઘણી વખત આવા લોકો નો ગુસ્સો એ હદે વધી જાય છે કે તેઓ સંબંધ તોડવા શોધીને મુકામે પહોંચી જાય છે.

જુલાઈ

જુલાઈમાં જન્મેલા લોકો ભાવુક અને ઇમાનદાર હોય છે. આવા લોકો માટે પ્રેમ પૂજા સમાન છે. જો આવા લોકો કોઈના રિલેશનશિપમાં હોય તો તેઓનું પૂરતું ધ્યાન રાખે છે અને જિંદગીભર તેનો સાથ જાળવી રાખવાનો વાયદો પૂરો કરે છે.

ઓગસ્ટ

ઓગસ્ટમાં જન્મેલા લોકો જુલાઈની જેમ જ ભાવુક હોય છે. તેઓનું દાંપત્યજીવન એકદમ ખુશનુમા હોય છે. અને આવા લોકો તેના પાર્ટનરની દરેક ઈચ્છાને પૂરા કરે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો નવા નવા તરીકા નો ઉપયોગ પ્રેમ માં તાજગી બનાવી રાખવા કરે છે. આવા લોકો પોતાના સાથીના દરેક સુખ-દુખનો ખયાલ રાખે છે અને મરતા દમ સુધી તેનો સાથ નિભાવે છે. તેઓની એક કમી પણ હોય છે તેઓ પ્રેમના મામલામાં થોડાક જિદ્દી સ્વભાવના હોય છે.

ઓક્ટોબર

ઓક્ટોબરમાં જન્મેલા લોકો પ્રેમને લઈને ખુબ જ ઉદાર હોય છે. પ્રેમના દરેક પળોને તેઓ ખુલીને જીવે છે. પોતાના પાર્ટનર માટે તેઓ ખૂબ જ ઈમાનદાર હોય છે અને તેમને જીવનની દરેક ખુશી આપવા માંગે છે. પરંતુ આવા લોકો જેટલા સારા હોય, એટલાં જ ખરાબ હોય છે. જો એમને ખબર પડે કે તેમનો પાર્ટનર એને દગો દઇ રહ્યો છે તો તેઓ બદલો લેવાનું પણ ચૂકતા નથી.

નવેમ્બર

નવેમ્બરમાં જન્મેલા લોકો પ્રેમની ભાવના ભરપૂર માત્રામાં ભરી હોય છે. આ લોકો પોતાની જિંદગીને ખુલીને જીવવાનું પસંદ કરે છે. આવા લોકોને પ્રેમમાં નવા નવા અનુભવ કરવાનું ખૂબ જ પસંદ હોય છે.

ડિસેમ્બર

ડિસેમ્બરમાં જન્મેલ લોકો વૈવાહિક જીવન ખૂબ સુખી હોય છે. કારણ કે પ્રેમને લઈને આવા લોકોનો વિચાર ખૂબ જ રચનાત્મક હોય છે. અને તેઓ પોતાના પાર્ટનરની ભાવનાઓ નું સન્માન કરે છે અને દરેક સંભવ કોશિશ કરે છે જેથી તેઓનાં સંબંધ મજબૂતીથી જોડાયેલો રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts