જુતાં સિવવાવાળા માજીને પુછ્યું, કેમ આ ઉંમરે કામ કરો છો? સંતાન નથી? તો માજીનો જવાબ સાંભળીને તેની આંખમાંથી…

થોડા સમય પછી ફરી પાછું કહ્યું ત્યાર પછી મારે બે દીકરાનો જન્મ થયો. બંને દીકરાઓને ખૂબ ભણાવ્યા અને તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો. તેની નાની-મોટી દરેક ઈચ્છા પૂરી કરવામાં હું અને મારા પતિ ક્યારેય ખચકાટ અનુભવતા અને બંને બાળકોની દરેક ઈચ્છાઓ અને અમે પૂરી કરવાની કોશિશ કરી હતી.

બંને બાળકો મોટા થયા એટલે બન્નેના લગ્ન કરાવ્યા. લગ્ન કર્યા પછી બંને દીકરાઓ નું વર્તન ધીમે ધીમે ફરતું ગયું. મારા કહેવા ઉપર મારા પતિએ વેપાર ધંધો અને અમે જે રહેતા હતા તે ઘર બધું દીકરાઓના નામે કરી નાખ્યું. બસ પછીથી વહુ એ પણ અમારામાં ભેદભાવ કરવાનું શરૂ કરી દીધું. ઘણી વખત ઝઘડો થાય તો મારે અને મારા પતિ જમ્યા વગર જ સૂઈ જવું પડતું.

તેમ છતાં બધું હું તો સહન કરી રહી હતી. મારા પતિ આ બધું સહન ન કરી શક્યા અને એક દિવસ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ત્યાર પછી બસ દીકરા અને વહુ એ વારંવાર મને સંભળાવવાનું ચાલુ કરી દીધું. એક દિવસ મોટો ઝઘડો થયો અને મને કેટલું વધુ સંભળાવ્યું અને ઘરમાંથી કાઢી મૂકી.

ઘણા દિવસો સુધી આમતેમ ભૂખ્યા ફર્યા પછી કોઈ સજ્જન મળ્યા એને મને આ કામ શીખડાવ્યું અને બસ એ દિવસથી હું આ કામ કરીને જ મારું ગુજરાત ચલાવી રહી છું.

માજીની વાત સાંભળીને ગૌતમ સ્તબ્ધ થઈ ગયો. તેની આંખનો ખુણો ભીનો થઈ ગયો. તેને શું બોલવું એ જ ન સમજાયું વાતો વાતોમાં તેના જૂતા રિપેર થઈ ગયા હતા એટલે તેને પેલા માજીને સો રૂપિયા આપ્યા.

મહિલાએ સો રૂપિયા લઈને બાકીના 70 રૂપિયા પાછા આપ્યા તો ગૌતમ એ કહ્યું અરે બા તમે રાખી લો. તમારે કામ આવશે.

તે મહિલાએ બંને હાથ જોડીને ચોખ્ખી મનાઈ કરી દીધી અને ગૌતમ ને કહ્યું નહિ બેટા, મને કંઈ નહીં આપે તો ચાલશે તારે કરવું જ હોય તો માત્ર એટલું કરજે કે તારા માતા-પિતા ને ક્યારેય દુઃખી ન કરતો. અને તારી આસપાસ પણ જેટલા લોકો હોય તે બધા ને કહેજે કે આ અપરાધ ક્યારેય ન કરે, કારણકે કોણ જાણે કઈ રીતે ઉપરવાળો કોને તેના કર્મનું ફળ આપે તે કોઈ જાણતું નથી.

ગૌતમ શૂઝ પહેરીને ત્યાંથી જતો રહ્યો પરંતુ આજે તેને માતા પિતા ની દેખરેખ વિશે એવું શીખવા મળ્યું હતું જે આજ સુધી તેને કોઈએ શીખડાવ્યું ન હતું.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts