મૃત્યુ સામે ઝઝૂમી રહેલા કાદરખાન માટે અમિતાભ બચ્ચને કહ્યું આવું, જણાવી એક રહસ્યની વાત
જેને 45 વર્ષ સુધી બોલિવૂડમાં પોતાનો અભિનય કરીને લોકોને હસાવ્યા છે તે અત્યારે કેનેડાની એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં બીમાર છે. સોશિયલ મીડિયા પર આની જાણ થતાં લોકો તેના માટે દુઆ માંગી રહ્યા છે, સાથે સાથે અમિતાભ બચ્ચને પણ કાદરખાન માટે દુઆ માંગી છે.
અમિતાભે કાદરખાનની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે એક હુન્નર થી ભરેલ અભિનેતા અને લેખક હોસ્પિટલમાં છે. તેની તબિયત માટે પ્રાર્થનાઓ અને દુઆઓ. તેને સ્ટેજ પર પરફોર્મ કરતા જોયેલા છે, તેનું સ્વાગત કરેલુ છે, તેને મારી ફિલ્મ વિશે ખુબ સુંદર લખ્યું છે. તેની સાથે નો સમય અતિસુંદર વીતે છે. એ પણ લિબ્રન છે. અને બહુ ઓછા લોકો જાણે છે કે એ ગણિત ભણાવતા હતા.
એક ચાહકે અમિતાભ અને કાદરખાનની જૂની તસવીરને શેર કરતા લખ્યું હતું કે કાદરખાન ની સ્પીડ રિકવરી માટે પ્રાર્થનાઓ. અમિતાભે આ ચાહકને પોતાના એકાઉન્ટમાંથી રીટવીટ કરીને જણાવ્યું હતું કે પ્રાર્થનાઓ અને દુવા.
કાદર ખાને 1973 માં અભિનેતા તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી ઠાકુર જાલિમસિંહ તરીકે ખૂન પસીના ફિલ્મમાં તેને મોટો રોલ મળ્યો હતો જેમાં લીડ રોલમાં અમિતાભ બચ્ચન હતા. જણાવી દઈએ કે આ ફિલ્મના લેખક કાદરખાન પોતે જ હતા.
આ પછી કાદર ખાને અમિતાભની ફિલ્મ લખી હતી અને અભિનયની સાથે તેઓ ડાયલોગ પણ લખતા હતા. અમિતાભની ફિલ્મમાં ઘણી એવી ફિલ્મો હતી જે સફળ રહી હતી તેના ડાયલોગ પણ કાદર ખાને લખ્યા હતા.