પોતાના લગ્નની વાતને લઈને દરેક છોકરી આ બહાના જણાવતી હોય છે

કોઈ પણ માતા-પિતા પોતાના દીકરી ના લગ્નને લઈને કાયમ ચિંતામાં રહેતા હોય છે, જેમ જેમ દીકરી મોટી થતી જાય તેમ તેમ તેને દીકરી વિશે ચિંતા થવા લાગે છે સાથે સાથે દીકરી જવાની હોય તેનું દુઃખ પણ થાય છે. માતા પિતા દીકરી નું લગ્નજીવન સફળ થાય તેમજ દીકરીને સારું ઘર મળે તે માટે અમુક ઉંમરની થાય ત્યારથી જ તેના માટે લગ્નનું વિચારવા લાગે છે. જ્યારે દીકરી ની વાત કરીએ તો દીકરી માટે તેનું કેરિયર પણ મહત્વનું હોય છે સાથે સાથે તે પોતાના દમ પર એવું કંઈક કરવા માંગતી હોય છે જેથી આખા પરિવારને તેના પર ગર્વ થાય, આથી તે મોટા ભાગે લગ્ન ને ટાળવા માટે કંઈકને કંઈક બહાનાં બનાવતી હોય છે. અને મોટાભાગે બહાના લગભગ સરખા જ હોય છે. ચાલો જાણીએ તેના વિશે

આજકાલના આ યુગમાં કે જ્યારે દીકરી અને દીકરા બંને સાથે છે તો દીકરી નો પણ હક છે કે તે તેના કેરિયરને લઈને કંઈક વિચારે, અને એટલે જ તે પોતાના કેરિયરમાં વધુ ફોકસ કરે છે અને તે લગ્ન થી બચવા માટે આ પણ બહાનું આપી શકે છે.

આ સિવાય દરેક છોકરીઓ પોતાના દમ પર ઉભી રહી ને કંઈક કરવા માંગતી હોય છે, તેથી સામાન્ય રીતે ઘણી વખત છોકરીઓ તેનું ભણતર નું બહાનું કાઢી હોય છે કારણકે તેને ભણી ને કંઈક જિંદગીમાં હાંસલ કરવું હોય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts