મીઠાના આ પાંચ ટોટકા કરવાથી જીવનમાં આવે છે ઘણા બદલાવ

ઘણા લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માને છે તો ઘણા લોકો નથી માનતા હતા, પરંતુ હકીકતમાં તો આ બધી વસ્તુ મનુષ્યની સમજની બહાર છે. કારણકે આપણે આની ઊંડાણમાં જેટલું જાણી એટલું ઓછું પડે છે. આજે આપણે જ્યોતિષશાસ્ત્ર વિષે થોડી વાતો કરવાના છીએ.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક રાશિઓના સમય પ્રમાણે તેઓના સ્વભાવ પરિસ્થિતિ અને જીવન પર અસર કરે છે. ઘણી વખત તમે જોયું હશે કે સામાન્ય દેખાતો માણસ અચાનક જ એવી હરણફાળ પ્રગતિ કરે છે કે આજુબાજુમાં બધા જોતા રહી જાય છે. આમાં એનો હાથ તો હોય જ છે પરંતુ સાથે સાથે જો તેનો સમય બદલાયો હોય તો તેને અનેક ગણો ફાયદો થાય છે.

રોજિંદી જિંદગીમાં ઘણા બદલાવ આવતા રહેતા હોય છે, અને બદલાવ એ જ જરૂરી છે. ઘણા બદલાવ આપણા માટે ફાયદો લાવે છે તો ઘણા બદલાવ નકારાત્મક હોવાથી તમને પરેશાનીઓનો સામનો પણ કરાવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો આપણી રાશિમાં કે ગ્રહ માં દોષ હોય તો તેને અમુક ઉપાયથી દૂર કરી શકાય છે. એવી જ રીતે અમુક મીઠાથી પણ ટોટકા કરી શકાય છે. આજે આપણે એના વિશે વાત કરવાના છીએ

આપણા ઘરમાં કોઇ વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે પાણીની ડોલમાં મીઠું મિક્સ કરીને પછી પોતું મારવું જોઈએ. અને આ સિવાય બાથરૂમમાં નમક નો ટુકડો રાખવાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે.

ઘરમાં પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ અને સુખ જાળવી રાખવા માટે ઘરના બેડરૂમમાં સીંધાલુણ મીઠાનો એક ટુકડો જરૂર રાખવો જોઈએ. આનાથી એવી માન્યતા છે કે ઘરમાં કલેશ થતાં નથી તેમજ પરિવાર ના સદસ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.

આ સિવાય આર્થિક લાભ માટે જો તમે ઈચ્છતા હોય કે ઘરમાં પૈસાનો પ્રવાહ બંધ ન થાય તો કાચના એક ગ્લાસમાં મીઠું અને પાણી મિક્સ કરીને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં રાખી દો. અને આ પાણીને દર અઠવાડિયે બદલતા રહેવું.

જો ઘર પર કોઈ પરિવારનું સદસ્ય ગંભીર બિમારીથી પીડાતું હોય તો આ સમસ્યાને દૂર કરવા માટે મીઠાનો આ ઉપાય ખૂબ જ કામ લાગે છે. આના માટે દર્દીના પલંગના હેડ પાસે કાચ ના વાસણ માં મીઠું રાખવું. ધીરે-ધીરે આનાથી એની તબિયતમાં સુધારો આવવા લાગે છે.

આ સિવાય જો તમારી ઉપર શનિદેવની સાડાસાતી નો પ્રકોપ ચાલી રહ્યો હોય તો ક્યારેય પણ ભોજનમાં ઉપરથી મીઠું ખાવું જોઈએ નહીં. અને શનિદેવના પ્રકોપથી બચવા માટે સિંધાલૂણ મીઠાનું દાન કરવું જોઈએ.

આ બધા કરવાથી જીવનમાં ઘણા ફાયદા મળી શકે છે. તો સાથે સાથે અમુક પ્રકોપથી બચવા માં પણ મદદ કરે છે. આથી જો તમને આ ઉપાય કારગર લાગતા હોય તો શેર કરજો.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team