જે ઘરની મહિલાઓ કરે છે આ કામ, તે ઘરમાં ક્યારેય નથી આવતા મા લક્ષ્મી
આખી દુનિયામાં મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે, અને ખાસ કરીને ભારતમાં તો મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે દેવી સમાન મહિલાઓની પૂજા-અર્ચના પણ થાય છે. અને દરેક શુભકામમાં મોટાભાગે મહિલાઓ ને આગળ રાખવામાં આવે છે અને તેના હાથે જ શુભ કામ કરાવવામાં આવે છે. એટલું જ નહિ મહિલાઓને દુર્ગા, સરસ્વતી તેમજ મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને કદાચ એટલા માટે જ કહેવાય છે કે જે ઘરમાં મહિલાઓ વિધિપૂર્વક પૂજાપાઠ કરે છે તે ઘરમાં ક્યારેય કોઇ ચીજની ખામી પડતી નથી. એવી જ રીતે મહિલાઓ જો અમુક કામ કરે તો ઘરમાં ઉંધા પરિણામ પણ આવી શકે છે, ચાલો જાણીએ…
જે ઘરમાં મહિલાઓ અમુક નિયમોનું ઉલ્લંઘન કરે તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરમાં આર્થિક ખામી થી માંડીને પારિવારિક સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. આથી માન્યતા પ્રમાણે આજે આપણે તમને જણાવશુ કે મહિલાઓએ ક્યા કામ ન કરવા જોઈએ.
માન્યતા છે કે મહિલાઓએ અમુક વસ્તુ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણકે ચીજવસ્તુઓ નો ઉલ્લંઘન થઇ જાય તો ઘરમાં પારિવારિક સમસ્યાઓ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જાઇ શકે છે. આથી મહિલાઓએ ભૂલથી પણ અમુક કામ ન કરવા જોઈએ જેમ કે
જો કોઈ મહિલા ઘરના આંગણે બેસીને કે બીજા શબ્દોમાં કહીએ તો ઉમરે બેસીને ભોજન કરે તો તેના ઘરમાં ધનનો અભાવ રહે છે.
ઘણી વખત સૂર્યોદય પછી આપણે ઘર સાફ કરતા હોય છે. પરંતુ માનવામાં આવે છે કે સાંજના સમયે સૂરજ ડૂબ્યા પછી સાવરણી લગાવવામાં આવે તો એ ઘરની પ્રગતિ થતી નથી.
એવી રીતના જો મહિલાઓ દરવાજાને પગ મારે તો તેના ઘરમાં હંમેશા ગરીબી નો માહોલ રહે છે. અને તેની ગરીબી દૂર થતી નથી.
જે ઘરના રસોડા માં એઠા વાસણ પડયા રહેતા હોય છે, એ ઘરમાં ધન ક્યારેય ટકી શકતો નથી. અને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે.
જે ઘરમાં મહિલાઓ દરરોજ નહાતી ન હોય, તે ઘરમાં પણ આર્થિક તંગી રહ્યા કરે છે.